Fnancial assistance to martyr families: જય જવાન નાગરિક સમિતિ અને સદભાવના વૃદ્ધાશ્રમનું સમર્પણ ગૌરવ સમારોહ
Financial assistance to martyr families: રાજકોટના રૈયારોડ પર આવેલા પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં કારગિલ વિજય દિવસની ઉજવણી અને શહીદો માટે શ્રદ્ધાંજલિરૂપે “સમર્પણ ગૌરવ સમારોહ” યોજાયો. જય જવાન નાગરિક સમિતિ, સુરત અને સદભાવના વૃદ્ધાશ્રમ, રાજકોટ દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
દરેક વીર જવાનના પરિવારને રૂ. 2 લાખની સહાય
આ કાર્યક્રમમાં પાંચ વીર જવાનોના પરિવારજનોને રૂ. 2 લાખની આર્થિક સહાય ભેટરૂપે આપવામાં આવી. આ સહાય માત્ર પૈસાની ભેટ નહીં, પણ શહીદોના બલિદાન માટે સમ્માન અને દેશ માટેના આભારનું ચિહ્ન છે.
શહીદોની યાદમાં લાગણીસભર કાર્યક્રમ
કાર્યક્રમ અંતર્ગત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સ્થાનિક લોકો ઉમટી પડ્યા. શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ અને તેમના પરિવારજનોને ગૌરવપૂર્વક સન્માનિત કરવામાં આવ્યા.
આ જવાનોને અપાયું શ્રદ્ધાંજલિ સન્માન
વિશ્વરાજસિંહ મહિપતસિંહ ગોહિલ (આર્મી ગનર – જામકંડોરણા, રાજકોટ)
જગદીશભાઈ મશરીભાઈ નંદાણીયા (CRPF – માંગરોળ, જુનાગઢ)
સિદ્ધાર્થ સુશીલકુમાર યાદવ (એરફોર્સ પાયલોટ – હરિયાણા)
સહદેવસિંઘ ધીરૂભા ઝાલા (BSF – મેથાણા, સુરેન્દ્રનગર)
શૈલેષભાઈ હીરાભાઈ લાવડિયા (CRPF – વરજાંગ જાળિયા, ઉપલેટા, રાજકોટ)
26 વર્ષથી ચાલુ દેશસેવાનું કાર્ય
જય જવાન નાગરિક સમિતિ છેલ્લા 26 વર્ષથી સતત શહીદો માટે સેવા આપે છે. અત્યાર સુધીમાં 425 જેટલા વીર જવાનોના પરિવારજનોને રૂ. 6.70 કરોડથી વધુની આર્થિક સહાય આપવામાં આવી છે. આ વર્ષે પણ ગુજરાતના ચાર મુખ્ય શહેરોમાં—રાજકોટ, ભાવનગર, અમદાવાદ અને સુરત—આજે જેવાં કાર્યક્રમો યોજાયા છે.