જાણો નવા મંત્રીઓ કેટલું ભણેલા છે?

By
Halima Shaikh
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a...
7 Min Read

Table of Contents

ગુજરાત કેબિનેટ અને ધારાસભ્યો: શિક્ષણ, સમાજ અને બેઠકનું વિવરણ

ગુજરાતના હાલના મુખ્યમંત્રી તરીકે સેવા આપતા શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઘાટલોડિયા વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમનો જન્મ 15 જુલાઈ 1962ના રોજ થયો હતો. તેમણે સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા મેળવ્યો છે અને લેઉવા પટેલ સમાજના પ્રતિનિધિ છે.

શ્રી હર્ષભાઈ રમેશકુમાર સંઘવી

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તથા મજૂરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી હર્ષ સંઘવીનો જન્મ 8 જાન્યુઆરી 1985ના રોજ થયો હતો. જૈન સમાજના પ્રતિનિધિ એવા તેઓ ધોરણ 9 સુધી અભ્યાસ કર્યા છે અને પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.

- Advertisement -

patel 65

શ્રી જીતેન્દ્રભાઈ સવજીભાઈ વાઘાણી

ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી જીતેન્દ્રભાઈ વાઘાણીનો જન્મ 11 સપ્ટેમ્બર 1970ના રોજ થયો હતો. લેઉવા પટેલ સમાજના તેઓ કણબી સમુદાયમાંથી છે. તેમણે બી.કોમ અને એલએલબી સુધીનું શિક્ષણ લીધું છે.

- Advertisement -

શ્રી નરેશભાઈ મગનભાઈ પટેલ

ગણદેવી વિધાનસભાના ધારાસભ્ય તથા પૂર્વ મંત્રી શ્રી નરેશભાઈ પટેલનો જન્મ 1 જૂન 1967ના રોજ થયો હતો. હિંદુ ઢોડીયા પટેલ સમાજના તેઓ ધોરણ 10 સુધી અભ્યાસ કર્યા છે અને જનસેવામાં સક્રિય રહ્યા છે.

શ્રી અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયા

પોરબંદર વિધાનસભાના અનુભવી ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા હિંદુ મેર સમાજના છે. તેમનો જન્મ 17 ફેબ્રુઆરી 1957ના રોજ થયો હતો. તેમણે મિકેનિકલ એન્જિનિયરિંગમાં બી.ઈ. અને એમ.આઈ.ઈ. ડિગ્રી મેળવી છે.

ડો. ભૂમનભાઈ ગણુભાઈ વાઘા

કોડીનારના ધારાસભ્ય તથા કેબિનેટ મંત્રી ડો. ભૂમનભાઈ વાઘાનો જન્મ 18 ઓગસ્ટ 1968ના રોજ થયો હતો. હિંદુ વણકર સમાજના તેઓ ઉચ્ચ શિક્ષિત છે — એમ.ડી., એલએલબી અને એલએલએમ ડિગ્રી ધરાવે છે.

- Advertisement -

શ્રી રમણભાઈ ભીખાભાઇ સોલંકી

બોરસદ વિધાનસભાના કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકી હિંદુ રાઠોડ ઠાકોર સમાજના છે. તેમનો જન્મ 28 એપ્રિલ 1965ના રોજ થયો હતો અને તેઓએ કૃષિ ડિપ્લોમા પૂર્ણ કર્યો છે.

શ્રી ઋષિકેશભાઈ ગણેશભાઈ પટેલ

વિસનગરના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ કડવા પટેલ સમાજના પ્રતિનિધિ છે. તેમનો જન્મ 30 ઓક્ટોબર 1961ના રોજ થયો હતો અને તેમણે સિવિલ ઈન્જિનિયરિંગમાં ડિપ્લોમા મેળવ્યો છે.

શ્રી કનુભાઈ મોહનલાલ દેસાઈ

પારડી વિધાનસભાના પૂર્વ કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ અનાવિલ બ્રાહ્મણ સમાજના છે. તેમનો જન્મ 3 ફેબ્રુઆરી 1951ના રોજ થયો હતો. તેમણે બી.કોમ અને એલએલબી સુધીનું શિક્ષણ લીધું છે.

શ્રી પરશોત્તમભાઈ ઓઘવજીભાઇ સોલંકી

ભાવનગર મધ્યના અનુભવી ધારાસભ્ય અને પૂર્વ મંત્રી શ્રી પરશોત્તમભાઈ સોલંકી તળપદા કોળી સમાજના છે. તેમનો જન્મ 23 મે 1961ના રોજ થયો હતો અને તેમણે ઇલેક્ટ્રિકલ ડિપ્લોમા મેળવ્યો છે.

શ્રી કુંવરજીભાઇ મોહનભાઇ બાવળિયા

જસદણ વિધાનસભાના પૂર્વ મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયા તળપદા કોળી સમાજના છે. તેમનો જન્મ 16 માર્ચ 1955ના રોજ થયો હતો અને તેમણે બી.એસ. સુધી અભ્યાસ કર્યો છે.

શ્રી ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ

અંકલેશ્વર વિધાનસભાના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ હિંદુ તળપદા સમાજના છે. તેમનો જન્મ 25 જૂન 1961ના રોજ થયો હતો. તેમણે બી.એ. અને એલએલબી સુધીનું શિક્ષણ મેળવ્યું છે.

શ્રી પંકજભાઈ છગનભાઈ પાનસેરિયા

કામરેજના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પંકજભાઈ પાનસેરિયા લેઉવા પાટીદાર સમાજના છે. તેમનો જન્મ 1 જૂન 1971ના રોજ થયો હતો અને તેમણે પોલિટિકલ સાયન્સમાં એમ.એ. કર્યું છે.

શ્રીમતી મનીષાબેન રાજીવ વકીલ

વડોદરા શહેરના પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ રોહિત સમાજની પ્રતિનિધિ છે. તેમનો જન્મ 25 માર્ચ 1975ના રોજ થયો હતો અને તેઓએ એમ.એ., બી.એડ. તથા પી.એચ.ડી. સુધી અભ્યાસ કર્યો છે.

શ્રી કાંતિલાલ શિવલાલભાઈ અમૃતિયા

મોરબી વિધાનસભાના રાજ્ય કક્ષાના મંત્રી કાંતિલાલભાઈ અમૃતિયા કડવા પટેલ સમાજના છે. તેમનો જન્મ 8 માર્ચ 1962ના રોજ થયો હતો. તેઓએ 12મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે.

શ્રી રમેશભાઈ ભૂરાભાઈ કટારા

ફતેપુરાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી શ્રી રમેશભાઈ કટારા ભીલ સમાજના છે. તેમનો જન્મ 4 મે 1975ના રોજ થયો હતો અને તેમણે 12 પાસ સુધી અભ્યાસ કર્યો છે.

શ્રીમતી દશરથબેન વાઘેલા

અસારવા વિધાનસભાની રાજ્ય કક્ષાની મંત્રી દશરથબેન વાઘેલા વાલ્મીકી સમાજની છે. તેમનો જન્મ 5 સપ્ટેમ્બર 1972ના રોજ થયો હતો અને તેમણે બી.કોમ સુધી અભ્યાસ કર્યો છે.

શ્રી કૌશિકભાઈ કાંતિભાઈ વેકરિયા

અમરેલીના ધારાસભ્ય અને પૂર્વ નાયબ દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા લેઉવા પટેલ સમાજના છે. તેમનો જન્મ 9 જૂન 1986ના રોજ થયો હતો અને તેમણે બી.કોમ સુધી અભ્યાસ કર્યો છે.

શ્રી પ્રવીણભાઈ ગોરધનભાઈ માળી

ડીસા વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી હિંદુ માળી સમાજના છે. તેઓએ બી.એ. સુધીનું શિક્ષણ મેળવ્યું છે.

jadeja 65

શ્રીમતી રીવાબા રવીસિંહ જાડેજા

જામનગર ઉત્તર વિધાનસભાની રાજ્ય કક્ષાની મંત્રી શ્રીમતી રીવાબા જાડેજા રાજપૂત સમાજની છે. તેમનો જન્મ 5 સપ્ટેમ્બર 1990ના રોજ થયો હતો અને તેમણે મિકેનિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કર્યો છે.

ડો. જયરામભાઈ ચેમાભાઈ ગામીત

નિઝર વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી ડો. જયરામભાઈ ગામીત માવચી સમાજના છે. તેમનો જન્મ 1 જૂન 1975ના રોજ થયો હતો અને તેઓએ બી.એ., એમ.એ., પી.એચ.ડી. સુધીનું શિક્ષણ મેળવ્યું છે.

શ્રી પુનમચંદ છનાભાઈ બરંડા

ઇડર વિધાનસભાના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પુનમચંદ બરંડા હિંદુ ડુંગળી (ગરાસિયા) સમાજના છે. તેમનો જન્મ 1 જૂન 1959ના રોજ થયો હતો અને તેમણે બી.એ., બી.પી.એડ. સુધી અભ્યાસ કર્યો છે.

શ્રી સંજયસિંહ વિજયસિંહ મહીડા

મહુધા વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી શ્રી સંજયસિંહ મહીડા રાજપૂત સમાજના છે. તેમનો જન્મ 20 ઓક્ટોબર 1979ના રોજ થયો હતો અને તેમણે એફ.વાય.બી.એ. સુધી અભ્યાસ કર્યો છે.

શ્રી વિક્રમભાઈ બિજલભાઈ છાંગા

અંજરના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી શ્રી વિક્રમભાઈ છાંગા આહીર સમાજના છે. તેમનો જન્મ 1 જૂન 1962ના રોજ થયો હતો અને તેમણે બી.એ., બી.એડ. અને એલએલબી સુધી અભ્યાસ કર્યો છે.

શ્રી બછુભાઈ સરદારભાઈ ઠાકોર

વાવ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી શ્રી બછુભાઈ ઠાકોર ઠાકોર સમાજના છે. તેમનો જન્મ 1 જૂન 1979ના રોજ થયો હતો અને તેઓ ધોરણ 10 પાસ છે.

શ્રી કમલેશભાઈ રમેશભાઈ પટેલ

પેટલાદ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ લેઉવા પટેલ સમાજના છે. તેમનો જન્મ 12 એપ્રિલ 1970ના રોજ થયો હતો અને તેમણે એમ.એસસી. અને બી.એડ. સુધી અભ્યાસ કર્યો છે.

Share This Article
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a wide range of topics including social issues, current events, and community stories with a focus on accuracy and cultural relevance. With a deep connection to Gujarati readers, Halima strives to present news that is informative, trustworthy, and easy to understand. Follow Halima Shaikh on Satya Day News for timely updates and meaningful content — all in your own language.