સામગ્રી
+ ૪-૫ નંગ કોઈ પણ સ્લાઇસ બ્રેડ
+ ૧/૩ કપ ચીઝ સ્લાઇસ અથવા ક્રીમ ચીઝ અથવા ખમણેલું ચીઝ
+ ૨-૩ ટેબલ-સ્પૂન ડાર્ક ચૉકલેટ
+ ૧/૩ કપ સ્ટ્રૉબેરી કાપેલી (કોઈ પણ ફ્રૂટ્સ)
+ બટર
રીત
૧. બ્રેડની સ્લાઇસ પર બટર લગાડવું.
૨. બ્રેડની સ્લાઇસ પર ચીઝ પાથરી અથવા લગાડી એના પર સ્ટ્રૉબેરી અને ચૉકલેટ પીસ ગોઠવી એના પર બીજી સ્લાઇસ લગાવી સૅન્ડવિચ બનાવી એને ગ્રિલરમાં ગ્રિલ કરી ચૉકલેટ અને ચીઝ મેલ્ટ કરવું.
૩. તરત જ ગરમ સર્વ કરવું.