સામગ્રી
૧ ટિન મિલ્કમેડ
૨૦૦ ગ્રામ મેંદો
૧૦૦ ગ્રામ બટર
૧ ટીસ્પૂન સોડા
૧ ટીસ્પૂન બેકિંગ પાઉડર
અડધો કપ બ્રાઉન શુગર
૧૦૦ મિલી દૂધ
બે ટેબલસ્પૂન ઍપલ સાઇડર વિનેગર
૧૫૦ ગ્રામ મિક્સ ડ્રાયફ્રૂટ્સ
૨૫ ગ્રામ કિસમિસ (સુલતાના)
૨૫ ગ્રામ કાજુ
૮-૯ નંગ એપ્રિકૉટ સૂકાં
૧/૪ કપ ટુટીફ્રૂટી
૯-૧૦ ગ્લેઝ્ડ ચેરી
૫૦ ગ્રામ કૅન્ડિડ પિલ્સ (માર્કેટમાં મળે છે)
૭૦-૮૦ ગ્રામ ખજૂર
અડધો કપ રમ / ઑરેન્જ જૂસ / ઍપલ જૂસ / સાકરનો પાક
સ્પાઇસ મિક્સ
અડધો ટીસ્પૂન તજ પાઉડર
બે ટેબલસ્પૂન સૂંઠ પાઉડર
બે લવિંગ
બે એલચી
ચપટી નટમેગ (જાયફળ)
કેક ટિન
રીત
૧. બધાં ડ્રાયફ્રૂટ્સને ટુકડામાં કાપી જૂસ અથવા રમમાં ઓવરનાઇટ ભીંજવવાં.
૨. સ્પાઇસ મિક્સનો પાઉડર કરી મિક્સ કરી લેવું.
૩. એક બોલમાં મેંદો, સોડા, બેકિંગ પાઉડર અને સ્પાઇસ પાઉડરને ચાળી લેવા.
૪. બીજા બોલમાં બટર અને બ્રાઉન શુગરને બીટ કરી એમાં ધીમે-ધીમે મેંદો મિક્સ કરી લેવો. જોઈતા પ્રમાણમાં દૂધ ઉમેરવું.
૫. બધો મેંદો ખતમ થાય પછી ભીંજવેલાં ડ્રાયફ્રૂટ્સ, વિનેગર છેલ્લે નાખી કટ અને ફોલ્ડ મેથડથી મિક્સ કરી લેવું.
૬. ડસ્ટિંગ કરેલા કેક ટિનમાં આ બટર નાખી એને પ્રીહીટ અવનમાં ૧૮૦ ડિગ્રી સેલ્સિયસ પર ૪૦-૪૫ મિનિટ માટે બેક કરી લેવું.