સુરત : ભારતમાં પણ ફેલાઈ રહેલા કોરોના વાયરસને અટકાવવા માટે સરકાર દ્વારા 25 માર્ચથી 14 એપ્રિલ સુધી સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે જીવન – જરૂરિયાતની ચીજવસ્તુની દુકાનો સિવાયની દરેક દુકાનો , હોટલ, રેસ્ટોરન્ટ બંધ થઇ ગયા છે. ત્યારે ખાણી -પીણીના શોખીન સુરતીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે. હવે સુરતમાં ઓનલાઈન ફૂડ બુકિંગ અને ડિલિવરી શરુ કરવા માટે પોલીસે મંજૂરી આપી દીધી છે. આ સાથે જ શહેરમાં ઝોમેટો, એમેઝોન સહિતની કંપનીઓની સેવા શરૂ થશે.
નોંધનીય છે કે, હવે સુરતીઓ ઓનલાઇન ફૂડ ઓર્ડર કરી ઘરે મંગાવી શકશે. સુરતમાં ઓનલાઇન ફૂડ ડિલિવરીની સેવા શરુ થતાની સાથે જ સુરતીઓમાં આનંદ છવાયો હતો. આ સર્વિસ શરુ થતા લોકો પોતાના ઘરે બેઠા જ ભાવતું ભોજન મંગાવી શકશે. આ સાથે જ ઝોમેટો, એમેઝોન, ફ્લિપકાર્ટ, બ્લુ ડાર્ટ, સ્વિગી, ગ્રોફર્સ, બિગ બાસ્કેટ, મિલ્ક બાસ્કેટ, બિગ બજાર, ડોમિનોઝ વગેરે જેવી ઓનલાઇન સેવાઓની હોમ ડિલિવરી ચાલુ રાખવા દેવા પોલીસ કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી છે.