ગુજરાતભરના લોકોને ઉનાળાની સાંજે કે રાત્રે આઇસક્રીમ ખાધા વગર ચાલે જ નહીં. દેશની સૌથી મોટી બ્રાન્ડ વાડીલાલ, હેવમોર અને અમૂલ પણ ગુજરાતી છે. ગુજરાતમાં વર્ષે આઇસ્ક્રીમ નો બિઝનેસ ૧,૦૦૦ કરોડનો છે ત્યારે લોકોડાઉનને લઈને આખો એપ્રિલ માસ આઇસ્ક્રીમનો ધંધો થઈ શક્યો નથી. માટે જ આઇસ્ક્રીમને એસેન્શીયલ કોમોડિટી અંતર્ગત ટેક અવેની મંજૂરી માટે ચેમ્બર દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. ચેમ્બરના પ્રમુખ દુર્ગેશભાઇ બુચએ એવી રજૂઆત કરી છે કે ગુજરાત રાજ્ય આઈસ્ક્રીમ ઉદ્યોગ માટે નું એક મુખ્ય કેન્દ્ર છે. ગુજરાતમાં આઇસ્ક્રીમનું સૌથી વધુ ઉત્પાદન તેમજ વપરાશ પણ થાય છે ખાસ કરીને માર્ચથી જુલાઈ મહિનામાં ગરમીનું પ્રમાણ વધુ હોવાથી ગુજરાતમાં આઈસ્ક્રીમનો વપરાશ વધુ હોય છે. સામાન્ય સંજોગોમાં આઇસક્રીમની માંગને ધ્યાને લઇ આ ઉદ્યોગ સાથે સંલગ્ન એકમો દ્વારા એડવાન્સમાં ઉત્પાદન તેમજ થોડો સ્ટોક કરી રાખવામાં આવતો હોય છે. જે સ્ટોક થઈ ગયા બાદ કોરોના ને લઈને આઇસ્ક્રીમ નું વેચાણ થયું નથી. માટે સરકાર દ્વારા એસેન્શીયલ કોમોડિટીમા ખાદ્ય પદાર્થો માટે ટેક અવેની મંજૂરી આપવામાં આવી છે. તેમાં આઇસ્ક્રીમને એસેન્શીયલ કોમોડિટી અંતર્ગત ટેક અવે ની મંજૂરી આપવામાં આવે તો અશ્વિન ઉદ્યોગને થતું નુકસાન અટકી શકે.