અમદાવાદ : ગુજરાતના તમામ જિલ્લાઓમાં ખેડૂતોએ ટામેટાના છોડ પરથી ટામેટા ઉતારવાનું બંધ કરી દીધું છે. ભાવ એટલા નીચે આવી ગયા છે કે ટામેટાને છોડ પરથી ઉતારવા માટેનું ખર્ચ પણ હવે પરવડતુ નથી. એદ દિવસની મજૂરી 200થી 300 રૂપિયા છે. ઉતારવાનો ખર્ચ જ ઘણો મોંઘો પડે છે. તેથી ખેડૂતોએ ખેતરમાં છોડ પરથી મફતમાં ટામેટા આપવાનું શરૂં કર્યું છે. તેઓ ટામેટી કાઢીને ફેંકી દ ઈરહ્યાં છે.
અરવલ્લી જિલ્લામાં ટામેટાનું મબલક ઉત્પાદન વચ્ચે ટામેટાના ભાવ તળિયે જતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા અરવલ્લી જીલ્લામાં ટામેટાની ખેતી કરનાર ખેડૂતો પહેલા માવઠાના માર સહન કરી નુકશાની માંથી ઉભા નથી થયા ત્યારે ટામેટાના ભાવમાં ભાવમાં કડાકો બોલતા તળિયે પહોંચેલા ભાવથી ખેડૂતોની હાલત દયનિય બની છે
અરવલ્લી જિલ્લામાં ચાલુ વર્ષે કમોસમી વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા, તો હવે બાગાયતની ખેતી કરતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે,, અરવલ્લી જિલ્લામાં ટામેટાનું મબલક ઉત્પાદન થતાં ખેડૂતોના ટામેટાના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો બેહાલ બન્યા છે મોડાસા તાલુકાના બોરડી કંપા સહિતના વિસ્તારોમાં ખેડૂતોએ ટામેટાનું આશરે સો થી દોઢસો વિઘામાં વાવેતર થયું છે,
જેનું ખેડૂતોને મબલક ઉત્પાદન મળ્યું છે, પણ પૂરતા ભાવ ન મળતા હોવાને કારણે હવે ખેડૂતોએ ટામેટા ઉતારવાના બંધ કરી દીધા છે. ખેડૂતોનું એમ પણ કહેવું છે કે, થોડીઘણી કોરોના વાઈરસની પણ અસર જોવા મળી રહી છે, ગત વર્ષે સારો ભાવ અને વેચાણ પર સારૂ હતું, જો કે આ વર્ષે ટામેટાનું ઉત્પાદન સારૂ છે, પણ ટામેટાની ખરીદી કરવા કોઇ તૈયાર જ નથી. જેથી ખેડૂતોને દેવાના ડુંગર તળે દટાવવાનો વારો આવ્યો છે
ધરૂમાં રોપા તૈયાર કરવામાં જ મોંઘુ 300-400 ગ્રામ બીજ એક હેક્ટરે ખર્ચ કરવામાં આવે છે. ગુજરાત ટામેટી-1 જાત હેક્ટરે 27 ટન ઉત્પાદન આપે છે. ફળ ચાર ખાંચાવાળા આકર્ષક લાલ રંગના હોય છે. ગુજરાત ટામેટા 2 લંબગોળ હ્રદય આકારના ઘાટા લાલ રંગના ટામેટા 34 ટન એક હેક્ટરે પાકે છે. પુસા રૂબી જાતના ટામેના પણ ઉગાડાય છે. આણંદ ટામેટા 3 જાત હેક્ટરે 36 ટન ઉત્પાદન આપે છે. જેમાં માવાનું પ્રમાણ વધું હોય છે. જૂનાગઢ ટામેટા 3 પણ વેરાયટી છે.
ભાવ માર્કેટમાં થતી આવક પ્રમાણે નક્કી થાય છે. ઉત્પાદન વધારે થાય છે ત્યારે સામાન્ય રીતે ભાવ ઓછો હોય છે. હાલ ભાવ ૬૦ થી ૧૦૦ રૂપિયાની વચ્ચે ચાલી રહ્યો છે પણ ગુણવત્તાના આધારે એ ૨૦ રૂપિયે ૨૦ કિલો પણ જાય જ્યારે પાકી ગયેલા ટામેટા હોય. વેપારીઓ દ્વારા ટામેટાની ખરીદી હરાજીથી કરવામાં આવે છે.આહીં ઉત્પાદિત થતા ટામેટા પેહલા વિદેશમાં નિકાસ કરવામાં આવતા હતા જે વર્ષોથી બંધ છે. હાલ આ ટામેટા કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં નિકાસ કરવામાં આવે છે. આ ઉપરાંત રાજ્યમાં મોટા શહેરો જેવા કે અમદાવાદ- વડોદરા જેવા મોટા શહેરોમાં તેની નિકાસ કરવામાં આવે છે.અમુક ખેડૂતો દ્વારા રોડ ઉપર અને ખાલી ખેતરોમાં આનો નિકાલ કરવામાં આવે છે અથવા તો પશુઓને આહાર તરીકે નાખી દેવામાં આવે છે જેનું મુખ્ય કારણ બજારમાં ભાવ ન મળતા હોવાથી કંટાળેલા ખેડૂતોને આવું કરવું પડે છે.
ગુજરાતના કચ્છ જીલ્લાના નખત્રાણા તાલુકાના સાંયરા ગામે ખેડૂતોએ ટામેટાનું વાવેતર કર્યુ હતુ પરંતુ સારા ભાવ ન મળતા મફતમાં આપ્યા હતા. હાલ ટમેટાના પાકમાં ખેડૂતોની પરિસ્થિતી દયનીય હાલતમાં જોવા મળી રહી છે. નખત્રાણા તાલુકાના સાંયરા યક્ષના ખેડૂતો આઠ એકરમાં ટામેટાનું વાવેતર કર્યુ હતુ. વગર સીઝને ટમેટાના ભાવ ૫૦થી ૬૦નો બોલાતો હતો. આ ભાવ જોઈને ખેડૂતોએ મોટા પાયે વાવેતર કરી નાખ્યુ હતુ પરંતુ ભાવ ગગડતા હોલસેલ એક રૂપિયાથી બે રૂપિયા ભાવ થતા ખેડૂતોને વીણવા તેમજ માર્કેટમાં પહોંચાડવાનો ખર્ચ વધી જતા તેમજ ફેરિયાઓ દસ રૂપિયાના દોઢ કિલો વેંચતા ખેડૂતોને નુકશાની વેઠવી પડે તેમ હતી. પરિણામે, આ ખેડૂતોએ હવે કોઈ ફાયદો નહિં થાય એમ માનીને મફતમાં વાડીએથી ટમેટા લઈ જવાનું કહેતા આજુબાજુના ગામ લોકો વાડીએ આવીને ટમેટા વીણવા આવી પહોંચ્યા હતા.