Video: શું તમે આ વીડિયો જોયો? વિદેશી છોકરાનો અવાજ સાંભળીને તમે પણ ખુશ થઈ જશો
ગણેશ ચતુર્થીના શુભ અવસર પર એક વિદેશી છોકરાનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. પોલેન્ડના આ છોકરાએ ભગવાન ગણેશને સમર્પિત ભજન ‘એકદંતાય વક્રતુંડાય’ એટલી સુંદરતાથી ગાયું કે ભારતીયોના દિલ જીતી લીધા. વીડિયો જોતા જ લોકો તેના વખાણ કરતા થાકતા નથી.
આધ્યાત્મિકતાએ જીત્યા દિલ
દેશભરમાં 27મી ઓગસ્ટે ગણેશ ચતુર્થીનો તહેવાર ધામધૂમથી ઉજવાયો. મુંબઈ સહિત અનેક જગ્યાએ વિશેષ આયોજનો થયા. આ દરમિયાન વિદેશથી આવેલા આ ભક્તિ ગીતે લોકોને ખૂબ પ્રભાવિત કર્યા. સામાન્ય રીતે સંસ્કૃત શબ્દોથી ભરેલું આ ગીત ગાવાનું ભારતીયો માટે પણ સરળ નથી હોતું, પરંતુ આ વિદેશી છોકરાએ તેને ખૂબ જ સરળતા અને ભાવપૂર્ણ અંદાજમાં ગાઈને બધાના દિલ જીતી લીધા.
#GaneshChaturthi greetings to you all from from #poland.
Am #Zach ( Christian by Birth) but a strong believer in #SanathanaDharma 😊
Wishing every #Sanatani a happy #VinayakaChavithi 🙏
May #LordGanesha bless us all with Health, Wealth, Prosperity and above all Wisdom.… pic.twitter.com/JnLsFII9GS
— Zbigniew A C (@ZbigsZach) August 27, 2025
વિડીયો અને યુવક વિશે
વીડિયો શેર કરનાર છોકરાનું નામ ઝેક છે, જે મૂળ રૂપે પોલેન્ડનો રહેવાસી છે. તેણે એક્સ (ટ્વિટર) પર વીડિયો પોસ્ટ કરતા લખ્યું:
“પોલેન્ડથી આપ સૌને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ. હું ઝેક (જન્મથી ખ્રિસ્તી) છું, પરંતુ સનાતન ધર્મમાં ઊંડી આસ્થા ધરાવું છું. ભગવાન ગણેશ આપણા સૌને સ્વાસ્થ્ય, ધન અને બુદ્ધિ પ્રદાન કરે.”
2 મિનિટ 34 સેકન્ડનો આ વીડિયો અત્યાર સુધી લાખો લોકોએ જોયો છે અને હજારો લોકોએ તેને લાઈક કર્યો છે. કમેન્ટ બોક્સમાં લોકો ભાવુક પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું – “ભાઈ, તમારી ભક્તિ અને ગાયને મારી આંખોમાં આંસુ લાવી દીધા. ભગવાન ગણેશ હંમેશા તમારા પર કૃપા કરે.” જ્યારે બીજાએ કહ્યું – “ગણપતિ બાપ્પા તમને વધુ શક્તિ, સુખ અને સમૃદ્ધિ પ્રદાન કરે.”