Video: વિદેશી યુવતીએ પહેલીવાર ખાધું પારલે-જી, પછી આપ્યું એવું રિએક્શન, વિડિયો થયો વાયરલ
ભારતમાં પારલે-જીનો સ્વાદ દરેકના દિલમાં એક અલગ સ્થાન ધરાવે છે, પરંતુ જરા વિચારો કે જો કોઈ વિદેશી વ્યક્તિ પહેલીવાર તે ખાય તો તેનું રિએક્શન કેવું હશે? હવે આ કોલંબિયન યુવતીને જ જોઈ લો. તેણે પારલે-જી ખાઈને એવું રિએક્શન આપ્યું, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું.
ભારતને વિવિધતાઓનો દેશ કહેવામાં આવે છે અને આ જ કારણ છે કે દુનિયાભરના લોકોને ભારતની સંસ્કૃતિ અને પરંપરાઓ ગમે છે અને તેઓ અહીં ફરવા માટે આવતા રહે છે. વિદેશીઓને અહીંની ખાણી-પીણીની વસ્તુઓ પણ ખૂબ પસંદ આવે છે. તમે પારલે-જી બિસ્કિટ તો ખૂબ ખાધી હશે, પરંતુ શું ક્યારેય કોઈ વિદેશીને પારલે-જી બિસ્કિટ ખાતા જોયું છે? જી હા, આજકાલ આવી જ એક વિદેશી યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પારલે-જી બિસ્કિટ ખાતી જોવા મળે છે અને ત્યારબાદ તેણે જે રિએક્શન આપ્યું, તે જોઈને ભારતીયોનું દિલ ખુશ થઈ ગયું.
અમેરિકન યુવતીએ ચાખ્યું 50 વર્ષ જૂનું Parle-G
વીડિયોમાં તમે જોઈ શકો છો કે યુવતી કેમેરાની સામે પારલે-જીનું પેકેટ લઈને ઊભી દેખાય છે. કેમેરાની પાછળ ઊભેલો વ્યક્તિ તેને જણાવે છે કે આ ભારતનું પ્રખ્યાત બિસ્કિટ છે, જે 50 વર્ષથી પણ વધુ જૂનું છે અને તેનું પેકેટ આજે પણ એવું જ છે. પછી યુવતી પેકેટ ખોલે છે અને તેમાંથી એક બિસ્કિટ કાઢીને ચાખે છે. ત્યારબાદ તે કહે છે કે તેણે આવી બિસ્કિટ કોલંબિયામાં પણ ખાધી છે, જેનો ટેસ્ટ લગભગ સરખો છે. જોકે તે એમ પણ કહે છે કે તેને પારલે-જીનો સ્વાદ સારો લાગ્યો. લોકોને યુવતીનું રિએક્શન ખૂબ જ પસંદ આવ્યું.
View this post on Instagram
વિદેશી યુવતીનું રિએક્શન થયું વાયરલ
આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર veggmomo નામની આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘કોલંબિયન યુવતીએ પહેલીવાર ભારતના સૌથી પ્રખ્યાત બિસ્કિટ પારલે-જીને ટેસ્ટ કર્યું. તેની પ્રતિક્રિયા જ બધું કહી દે છે. આ પ્રખ્યાત બિસ્કિટ દાયકાઓથી દરેક ભારતીય ઘરમાં પસંદ કરવામાં આવે છે, પરંતુ પહેલીવાર તેને ચાખનારને તેનો સ્વાદ કેવો લાગશે? તેની ઇમાનદાર પ્રતિક્રિયા માટે અંત સુધી જુઓ.’
વીડિયોને અત્યાર સુધીમાં 21 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે અને યુઝર્સે અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે. ઘણા લોકોએ તો પોતાના બચપનની યાદો પણ શેર કરી છે. કોઈએ લખ્યું કે ‘પારલે-જી માત્ર બિસ્કિટ નથી, અમારા બચપણનો સાથી છે’, તો અન્ય એક યુઝરે કોમેન્ટ કરી, ‘વિદેશી મહિલાએ ચામાં ડૂબાડીને ખાધું હોત તો વધુ મજા આવતી.’ વળી, ઘણા લોકોએ તેને ભારતની ‘સસ્તી અને સૌથી બેસ્ટ ખુશી’ ગણાવી છે.