પેટ્રોલ-ડીઝલ ભૂલી જાઓ! 2026 સુધીમાં લૉન્ચ થશે મારુતિની 4 હાઇબ્રિડ કારો
મારુતિ ફ્રૉન્ક્સ હાઇબ્રિડ, જેને તાજેતરમાં ટેસ્ટિંગ દરમિયાન જોવામાં આવી હતી, તે બ્રાન્ડના પોતાના મજબૂત હાઇબ્રિડ પાવરટ્રેન સાથેનું પહેલું મૉડલ હશે. વળી, મારુતિ સુઝુકી તેની સ્વિફ્ટ હૅચબૅકમાં ઉપયોગમાં લેવાતા 1.2 લીટર, 3-સિલિન્ડર Z-સિરીઝ પેટ્રોલ એન્જિનને હાઇબ્રિડ બનાવવાની તૈયારીમાં છે.
મારુતિની 4 હાઇબ્રિડ કારો
મારુતિ સુઝુકી 2026ના અંત સુધીમાં ઓછામાં ઓછી ચાર મજબૂત હાઇબ્રિડ કારો રજૂ કરશે. જોકે, સત્તાવાર લૉન્ચ ટાઇમલાઇન અને પ્રોડક્ટની વિગતોની જાહેરાત હજી બાકી છે. પરંતુ આવનારી રેન્જમાં ફ્રૉન્ક્સ હાઇબ્રિડ, નવી જનરેશનની બલેનો, એક પ્રીમિયમ SUV અને એક સબ-4 મીટર MPVનો સમાવેશ થશે.
મારુતિ ફ્રૉન્ક્સ હાઇબ્રિડ
મારુતિ ફ્રૉન્ક્સ હાઇબ્રિડ, જેને તાજેતરમાં ટેસ્ટિંગ દરમિયાન જોવામાં આવી હતી, તે બ્રાન્ડના પોતાના મજબૂત હાઇબ્રિડ પાવરટ્રેનવાળું પહેલું મૉડલ હશે. તેના 2026ના પહેલા છ મહિનામાં શોરૂમમાં આવવાની સંભાવના છે. સ્પાય ફોટોઝ દર્શાવે છે કે આ કૉમ્પેક્ટ ક્રૉસઓવરમાં ADAS (ઑટોનૉમસ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ) સ્યૂટ પણ હશે.
બલેનો અને મિની MPV
ફ્રૉન્ક્સ હાઇબ્રિડ પછી તરત જ નેક્સ્ટ જનરેશનની બલેનો હૅચબૅક અને જાપાની સ્પેક સુઝુકી સ્પેશિયા પર આધારિત એક મિની MPV પણ લૉન્ચ થશે. આ બંને મૉડલોમાં મારુતિ સુઝુકીનું નવું હાઇબ્રિડ પાવરટ્રેન હશે.
હાઇબ્રિડ પાવરટ્રેન
મારુતિ સુઝુકી તેની સ્વિફ્ટ હૅચબૅકમાં ઉપયોગમાં લેવાતા 1.2 લીટર, 3-સિલિન્ડર Z-સિરીઝ પેટ્રોલ એન્જિનને હાઇબ્રિડ બનાવવાની તૈયારીમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ હાઇબ્રિડ ટેક્નોલોજી ટોયોટાના એટકિન્સન સાઇકલ સિસ્ટમ કરતાં પણ વધારે કિફાયતી (ફ્યુઅલ એફિશિયન્ટ) હશે. આ એક સિરીઝ હાઇબ્રિડ સિસ્ટમ હશે, જેની માઇલેજ 35 કિમી/લિટરથી વધુ હશે.
એક પ્રીમિયમ SUV
ઇન્ડો-જાપાની વાહન નિર્માતા કંપની એક પ્રીમિયમ SUV પર પણ કામ કરી રહી છે, જેની લંબાઈ 4.5 મીટરથી વધુ હશે અને તેમાં ત્રણ રોવાળી સીટો હશે. એવી અપેક્ષા છે કે તે ગ્રાન્ડ વિટારાવાળું પ્લેટફોર્મ અને એન્જિન શેર કરશે અને ટાટા સફારી, હ્યુન્ડાઇ અલ્કાઝાર, મહિન્દ્રા XUV700 અને એમજી હેક્ટર પ્લસ જેવી SUVને ટક્કર આપશે.