એન્ડ્રોઇડનાં કો-ફાઉન્ડર એન્ડી રૂબિનનાં નવા સ્ટાર્ટઅપ Essential દ્વારા એક નવો ફોન લોન્ચ કરવામાં આવ્યો છે. આ મોડલનું નામ ‘Essential Phone’ છે. લગભગ 45,000ની કિંમતનાં આ ફોનમાં હેડફોન જેક નથી. ક્વાલકોમ 835 પ્રોસેસર, 4GB RAM અને 128GB સ્ટોરેજ સાથે આ ફોન અમેરિકામાં લોન્ચ થશે. ટાઇટેનિયમ અને સિરામિકમાંથી બનેલ આ ફોનમાં કોઇ લોગો નથી, જે ફોનનો લુક સ્માર્ટ બનાવે છે. ફ્રન્ટ કેમેરા 8 MPનો છે, જે 4k વિડિયો શુટ કરી શકશે. મોટી સ્ક્રીનમાં ટોપ પર સ્ટેટસ બાર રહેશે અને મિડલ સ્પેસમાં ક્યાંય એપ નહીં હોય, જે એક નવું ફિચર છે.
Essentialનો આ ફોન Samsung અને Appleને ટફ કોમ્પિટિશન આપશે.