નવી દિલ્હી : સેમસંગે આ તહેવારની સિઝનમાં તેના લોકપ્રિય સ્માર્ટફોન ગેલેક્સી M31 નું પ્રાઇમ એડિશન રજૂ કર્યું છે. કંપનીનું કહેવું છે કે આ વિશેષ ઓફર અંતર્ગત, આ ફોન સાથે એમેઝોન પ્રાઇમની સદસ્યતા ત્રણ મહિના માટે મફત મળશે. સેમસંગ ગેલેક્સી એમ 31 પ્રાઈમ એડિશનની કિંમત 16,499 રૂપિયા રાખવામાં આવી છે અને આ ફોન 6 જીબી રેમ સાથે 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે. ગ્રાહકો તેને ઓશન બ્લુ, સ્પેસ બ્લેક અને આઇસબર્ગ બ્લુ રંગ વિકલ્પોથી ખરીદી શકશે.
ઉપલબ્ધતા
આ ફોન 17 ઓક્ટોબરથી એમેઝોન ભારત દ્વારા વેચવામાં આવશે. 16 ઓક્ટોબરે એમેઝોન પેથી ચુકવણી પર પ્રાઇમ મેમ્બર્સને 1000 રૂપિયાની કેશબેક પણ મળશે. એમેઝોન સિવાય સેમસંગના ઓનલાઇન સ્ટોર પરથી પણ આ ફોન ખરીદી શકાય છે.
સેમસંગ ગેલેક્સી એમ 31 પ્રાઇમની વિશિષ્ટતાઓ
ડિસ્પ્લે
6.4 ઇંચનું ફુલ એચડી + ડિસ્પ્લે, (1080×2340) પિક્સેલ્સ રિઝોલ્યુશન
પ્રોસેસર
ઓક્ટા કોર એક્નિનોસ 9611
રેમ
6 જીબી
ઇન્ટર્નલ સ્ટોરેજ
128 જીબી
ઓપરેટિંગ સિસ્ટમ
Android 10 પર આધારિત UI 2.0
ક્વાડ રીઅર કેમેરા સેટઅપ
64 એમપી (પ્રાથમિક સેન્સર) + 8 એમપી (અલ્ટ્રા-વાઇડ એંગલ લેન્સ) + 5 એમપી (મેક્રો શૂટર) + 5 એમપી (ડેપ્થ સેન્સર)
ફ્રન્ટ કેમેરો
32 એમપી
બેટરી
6,000 એમએએચ
કનેક્ટિવિટી
4 જી VoLTE, Wi-Fi, બ્લૂટૂથ, જીપીએસ અને યુએસબી પ્રકાર સી