સ્વીડિશ કંપની એરિક્શનના રિપોર્ટ અનુસાર ભારતમાં વર્ષ 2020-21 સુધી 5G સર્વિસ શરુ કરાતા ભારતીય મોબાઈલ યુઝર્સ 1,000 mbps સુધીની ડાઉનલોડ સ્પીડની મેળવી શકશે. જો કે વધુ સ્પીડને કારણે ગ્રાહકોએ વધુ પૈસા પણ ચૂકવવા નહીં પડે. આ સિવાય સંસ્થાઓની ઈન્ટરનેટ સ્પીડ 5,700 mbps જેટલી વધી જશે.
વિશ્વભરમાં 5Gની શરુઆત વર્ષ 2019થી થઈ જાય તેવી શક્યતા છે તેમજ વર્ષ 2020 સુધી આ સેવા વધુ મજબૂત બની જશે તેવી શક્યતા છે. ભારતમાં પણ આ જ વલણ જોવા મળશે.
ભવિષ્યની ટેક્નોલોજી જેમકે ઓટોનોમસ ડ્રાઈવિંગ- પબ્લિક ટ્રાંસપોર્ટ, રોબોટિક્સ-હેલ્થકેર, એનર્જી- યુટિલિટી અને ખેતી જેવા કામો માટે આ ટેકનોલોજી સૌથી વધારે ઉપયોગમાં લેવાય તેવી શક્યતા છે. ભારતમાં 5G સર્વિસ માટે એરિક્શન કંપનીએ ભારતી એરટેલ સાથે હાથ મિલાવ્યો છે. જો કે યુબ્રિન્ગે કહ્યું કે, ‘ભારતમાં 5G સર્વિસનો વિસ્તાર કરવામાં નેટવર્ક ઈન્વેસ્ટમેન્ટ, મોબાઈલ ટાવર સાઈટ્સની અછત અને સ્પેક્ટ્રમ શોર્ટેજ જેવા મુદ્દાઓ અવરોધ બનશે. આ સિવાય કેપિસિટીને લગતી સમસ્યાઓ પણ આવી શકે છે.’
સરકાર દ્વારા જાહેરાત કરી દેવાઈ છે કે તેઓ આવતા વર્ષથી 5G ટેક્નોલોજી માટે સ્પેક્ટ્રમની લિલામી શરુ કરશે. કારણ કે તેઓ વહેલી તકે ન્યુ-એજ ડિજિટલ સર્વિસ શરુ કરવાનો વિચાર કરશે. જો કે યુબ્રિન્ગે ભય વ્યક્ત કર્યો હતો કે 5G સર્વિસ માટે ઈન્ડસ્ટ્રીને વધુ ખર્ચ કરવો પડશે. તેમણે કહ્યું કે, ‘5Gએ કોઈ ક્રાંતિ નથી. તે તો 4G સેવાની ઉત્ક્રાંતિ ભર છે. જ્યારે 5G સર્વિસની શરુઆત દુનિયાભરમાં થઈ જશે ત્યારે 5G કમ્પેટિબલ ડિવાઈસ અને હેન્ડસેટ પણ બજારમાં આવવા લાગશે.’