એરટેલ પોતાના હેંડસેટ બંડલિંગ ઑફરને મોટોરોલા Moto X4 પર પણ આપી રહ્યુ છે. કંપનીએ મોટોરોલાના નવા સ્માર્ટફોનને પોતાની વેબસાઈટ પર લિસ્ટ કર્યો છે. એરટેલ Moto X4 સાથે દરમહીને એડિશનલ 15 GB ડેટા ઓફર કરી રહ્યું છે. આવી રીતે આ ઑફર હેઠળ કુલ 90 GB ડેટા મળશે.
Moto X4 સ્માર્ટફોન ખરીદનારે એરટેલ 4G સિમ કાર્ડ પોતાના ફોનમાં ઈન્સર્ટ કરવાનું રહેશે. સિમ નાખ્યા બાદ તેમણે માય એરટેલ એપ પર લૉગઈન કરવું પડશે. જે બાદ ‘ક્લેઈમ નાઉ’ ઑપ્શન પર ક્લિક કરવાનું રહેશે. આ ઑપ્શન પર ક્લિક કર્યા બાદ એડિશનલ 15 GB ડેટા તમારા અકાઉંટમાં જમા થઈ જશે. જણાવી દઈએ કે આ એક્સ્ટ્રા ડેટા ઑફર 6 મહિના સુધી જ વેલિડ હશે. આ ઓફરની વેલિડિટી 31 મે 2018 સુધી હશે અને તે પ્રી-પેઈડ અને પોસ્ટપેડ યુઝર્સ બન્ને માટે હશે.
જો કે પ્રી-પેઈડ ગ્રાહકોએ 349 રુ. વાળો પ્લાન લેવો પડશે. જે હેઠળ એરટેલ દરરોજ 1.5 GB ડેટા અને અનલિમિટેડ વૉઈસ કૉલ્સ 28 દિવસ સુધી ઑફર કરે છે. જ્યારે કે પોસ્ટપેડ ગ્રાહકોને એરટેલના માયઈનફિનિટી પ્લાનથી 499 રુપિયાનો કે તેનાથી વધુનું રિચાર્જ કરાવવું પડશે. પોસ્ટપેડ યુઝર્સ જે ડેટા યુઝ નહીં કરે, તે આવતા મહિનામાં કેરી કરાશે।