નવી દિલ્હી : શાઓમી (Xiaomi)ની ઇન્વેસ્ટમેન્ટ બ્રાન્ડ હુઆમી (Huami)એ ભારતમાં નવીનતમ સ્માર્ટવોચ એમેઝિફ્ટ બીપ એસ (Amazfit Bip S) લોન્ચ કરી છે. આ સ્માર્ટવોચમાં 5 એટીએમ વોટર રેઝિસ્ટન્સ અને 40 દિવસની બેટરી છે. ઉપરાંત, તેમાં જીપીએસ સપોર્ટ અને મ્યુઝિક કંટ્રોલ સુવિધા છે. જાન્યુઆરીમાં સીઇએસ 2020 દરમિયાન એમેઝિફ્ટ બીપ એસને એમેઝિફ્ટ ટી – રેક્સ સાથે રજૂ કરવામાં આવી હતી.
ભારતમાં એમેઝિટ બીપ એસની કિંમત 4,999 રૂપિયા રાખવામાં આવી છે. ગ્રાહકો તેને એમેઝોન, ફ્લિપકાર્ટ, મયન્ટ્રા – ક્રોમા, રિલાયન્સ ડિજિટલ અને પૂર્વીકા મોબાઇલ સહિત ઓનલાઇન તેમજ ઓફલાઇન સ્ટોર્સથી પણ ખરીદી શકશે. ઉપરાંત, તે એમેઝિફિટ સાઇટ દ્વારા પણ દેશમાં ઉપલબ્ધ થશે.
આ સ્માર્ટવોચમાં 1.6 ઇંચનું રિફ્લેક્ટીવ કલર TFT ડિસ્પ્લે છે, જેમાં 176×176 પિક્સેલ્સ રિઝોલ્યુશન છે. ડિસ્પ્લે પેનલમાં પ્રોટેક્શન માટે 2.5 ડી કર્વ્ડ કોર્નિંગ ગોરીલા ગ્લાસ 3 છે. સ્માર્ટ અનુભવ માટે, તેમાં બાયોટ્રેકર પીપીજી ઓપ્ટિકલ સેન્સર, થ્રી-એક્સિસ એક્સિલરેશન અને થ્રી-એક્સિસ જિઓમેગ્નેટિક સેન્સર છે. આ સેન્સર્સ ફિટનેસ અને સ્લીપ ટ્રેકિંગને સક્ષમ કરે છે.