નવી દિલ્હી : એમેઝોને તેના ‘વાવ સેલેરી ડેઝ’ની જાહેરાત કરી છે. આ સેલ 1 માર્ચથી 3 માર્ચ સુધી ચાલુ રહેશે. આ દરમિયાન ગ્રાહકોની અનેક પ્રોડક્ટ્સ પર ડીલ અને ડિસ્કાઉન્ટ મળશે. સેલમાં એસી-ફ્રિજ પર 40 ટકા સુધી છૂટનો ફાયદો ગ્રાહકોને મળશે.
એમેઝોને એક પ્રેસ રિલીઝ દ્વારા જણાવ્યું છે કે, ગ્રાહકો Samsung, LG, Sony, Fujifilm, Panasonic, Sanyo અને TCL જેવી ઘણી કંપનીઓના પ્રોડક્ટ્સ પર ઓફર્સનો લાભ લઇ શકશે. ઇચ્છુક ગ્રાહકો એમેઝોન ભારતની વેબસાઈટ પર જઈને ડીલ્સની જાણકારી મેળવી શકે છે.
ઈ કોમર્સ પ્લેટફોર્મ Sony, Fujifilm અને Panasonic જેવી કંપનીઓના મિરરલેસ કેમેરા પર 2833 રૂપિયા દર મહિનાની શરૂઆતી કિંમત પર નો – કોસ્ટ EMIનો ઓપશન આપવામાં આવશે. આ સાથે જ TP Link, Qubo અને CP Plusના સિક્યોરિટી કેમેરા 1,349 રૂપિયાની શરૂઆતી કિંમતમાં ઉપલબ્ધ હશે.