નવી દિલ્હી : યુએસ ટેક કંપની Appleએ ભારતીય બજાર માટે કેટલાક આઈફોન્સના ભાવમાં વધારો કર્યો છે. ભાવ વધારા પાછળનું કારણ આ વર્ષના બજેટમાં આયાત ડ્યુટીમાં કરવામાં આવેલા ફેરફાર છે. 2020 ના બજેટ દરમિયાન સરકારે બેઝિક કસ્ટમ ડ્યુટીમાં વધારો કર્યો છે.
એપલે આઇફોન 11 પ્રો મેક્સ, આઇફોન 11 પ્રો અને આઇફોન 8 ની કિંમતોમાં વધારો કર્યો છે. હવે આઇફોન 11 પ્રો મેક્સની પ્રારંભિક કિંમત 1,11,200 રૂપિયા હશે. આ કિંમત 64 જીબી વેરિએન્ટ માટે છે.
ભાવ વધારા પહેલા આઇફોન 11 પ્રો મેક્સની પ્રારંભિક કિંમત 1,09,000 રૂપિયા હતી. આઇફોન 11 પ્રો મેક્સના 256 જીબી વેરિએન્ટની કિંમત હવે 1,25,200 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે ટોપ મોડેલ જેમાં 512 જીબી સ્ટોરેજ છે, તેની કિંમત વધીને રૂ. 1,43,200 થઈ છે.