નવી દિલ્હી : આવનારા સમયમાં જો તમે પણ Apple (એપલ)નો આગામી આઈફોન 12 (iPhone 12) ખરીદવાના મૂડમાં છો, તો આ સમાચાર તમારા માટે છે. એક નવા અહેવાલમાં આઇફોન 12 ના બેઝ મોડેલની કિંમત સામે આવી છે. એવું માનવામાં આવે છે કે નવા એન્ટ્રી લેવલ આઇફોન 12 ની કિંમત જુના જનરેશન મોડેલ કરતા 50 ડોલર વધુ હશે.
માહિતી આપતા, મેક્યુમર્સના વિશ્લેષક જેફ પુએ જણાવ્યું છે કે, આઇફોન 12 ના બેઝ-મોડેલની કિંમત 749 ડોલર (લગભગ 54,800 રૂપિયા) થઈ શકે છે. તેમાં 5.4-ઇંચના OLED ડિસ્પ્લે, A14 ચિપસેટ, 5G / 4G કનેક્ટિવિટી અને ડ્યુઅલ કેમેરા સેટઅપ જેવી સુવિધાઓ મળી શકે છે.