નવી દિલ્હી : દર વર્ષની જેમ આ વર્ષે પણ Appleના નવા આઇફોન લોન્ચ કરવામાં આવશે, પરંતુ આ વખતે લોકો આઇફોન એસઇ 2 ( iPhone SE 2) પર નજર રાખી રહ્યા છે. આઇફોન એસઇ લોન્ચ કર્યા પછી, કંપનીએ તેને એક રીતે અટકાવી રાખ્યો છે. જો કે તે સત્તાવાર નથી, પરંતુ હવે ઘણા લીક્સ અને અહેવાલોથી સ્પષ્ટ થઈ ગયું છે કે આ વર્ષે કંપની સસ્તા આઇફોન લોન્ચ કરશે.
જાપાનની વેબસાઇટ મેક ઓટકારાએ એક અહેવાલમાં જણાવ્યું છે કે, એપલ 2020માં આઇફોન 8 ના કદના આઇફોન પણ લોન્ચ કરશે. આ સ્માર્ટફોન સંભવત આઇફોન એસઇ 2 હશે. આ સ્માર્ટફોનમાં 5.4 ઇંચની ડિસ્પ્લે હશે.
સીઇએસ 2020 માં, કેટલાક સપ્લાયર્સ તરફથી જાણ કરવામાં આવી છે કે કંપની આઈફોન 8 ના અપડેટ કરેલા વર્ઝન માટે ફેસ આઈડી બનાવી રહી છે. થોડા સમય માટે એવું કહેવામાં આવી રહ્યું હતું કે, કંપની આઈફોન SE 2 માં ફેસ આઈડી નહીં આપે, પરંતુ હવે જણાવવામાં આવી રહ્યું છે કે કંપની તેમાં ફેસ આઈડી પણ પ્રદાન કરશે.