અમેરિકન ટેક્નોલૉજી કંપની એપલે શિકાગોના એક ઇવેન્ટ દરમિયાન એક નવા ટેબ્લેટને લોન્ચ કર્યું છે.તે 9.7 ઇંચનું iPad (2018) છે.તેની વિશિષ્ટતા એ છે કે તેમાં એપલ પેન્સિલ સપોર્ટ અાપવામાં અાવ્યો છે.એપલ પેન્સિલ સ્ટાઇલીસ છે જે કંપની iPad Pro લોન્ચ દરમિયાન રજૂઆત કરી હતી.આ બાબત અલગ છે કે એપલના ફાઉન્ડર સ્ટીવ જોબ્સ સ્ટાઇલ્સની મજાક ઉડાવે છે.
નવી આઇપેડ (2018) કિંમત યુએસ માં 299 ડોલરથી શરૂ થશે.જો કે આ કિંમત શાળાના વિદ્યાર્થીઓ માટે જ હશે, જ્યારે સામાન્ય ગ્રાહકો માટે તે 329 ડોલરમાં મળશે.ભારતમાં પણ તેની કિંમતની જાહેરાત કરવામાં આવી છે અને આઇપેડ (2018) ની કિંમત 28,000 રૂપિયાથી શરૂ થઈ શકે છે.આ કિંમત પર 32GB મેમરી અને WiFi સુવિધા સાથે આઇપેડ મળશે, જ્યારે 32GB મેમરી સાથે વાઇફાઇ અને સેલ્યુલર સપોર્ટ આઇપેડ ની કિંમત 38,600 હશે. ભારતીય બજારમાં તેનું વેચાણ એપ્રિલથી શરૂ થશે.
iPad (2018) માં એપલ એ 10 ફ્યુઝન પ્રોસેસર આપવામાં આવ્યું છે અને તેમાં 9.7 ઇંચનું રેટિના ડિસ્પ્લે છે તેનું રિઝોલ્યુશન 2048×1536 છે.કનેક્ટિવિટી માટે 4G LTE સાથે વાઇફાઇ, બ્લૂટૂથ અને એ-જીપીએસ છે. ફિંગરપ્રીંટ સ્કેનર હોમ બટનમાં જ છે.કંપનીએ જણાવ્યું હતું કે એપલ પેન્સિલ ડ્રોઇંગ એક્સપિરિયન્સમાં શ્રેષ્ઠ છે.