ઘણા સમયથી જે ફોનની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી એવા IPhone 11ના લોન્ચ થયા બાદ બીજા અન્ય IPhone ના ભાવ નોંધપાત્ર ઘટાડો કરવામાં આવતા ઘણા IPhone પ્રેમીઓ તેમજ ગેજેટ પ્રેમીઓમાં ખુશીની લાગણી વર્તાઈ ગઈ છે.
શરૂઆત કરીએ IPhone XS 64જીબીથી તો તેની કિંમત ₹99000 થી ઘટીને ₹89900 થઈ ગઈ જ્યારે 256જીબી ની કિંમત ₹1,14,900 થી ઘટી ₹1,03,900 થઈ ગઈ.
Iphone XR 64 જીબી જેની અગાઉની કિંમત ₹59,900 હતી તેની કિંમત હવે ₹49,900 થઈ ગઈ જ્યારે 128 જીબી હવે ₹54,900 માં મળશે જેની અગાઉની કિંમત ₹64,900 હતી.
બીજી તરફ આઇફોન 8 પ્લસની કિંમતમાં મોટો ઘટાડો થયો છે અને હવે તેની કિંમત 64 જીબી માટે, ₹69,900 હજારથી ઘટી ₹49,900 થી શરૂ થઈ રહી છે અને 128 જીબી વેરિઅન્ટની કિંમત ₹74,900 થી ઘટી ₹54,900 કરી નાખવામાં આવી.
આઇફોન 8 ની કિંમત હવે 64 જીબી માટે, ₹59,900 થી ઘટી ₹39,900 અને 128 જીબી માટે, ₹64,900 ને બદલે ₹44,900 થઈ છે.
IPhone 7+ ની કિંમત પણ ₹49,900 થી ઘટી ₹37,900 32જીબી માટે અને 128 જીબીની ₹59,900 થી ઘટી ₹42,900 થઈ ગઈ.
છેલ્લે, IPhone7 હાલમાં 32 જીબી સ્ટોરેજ માટે ₹39,900 થી ઘટી ₹ 29,900 અને 128 જીબી સ્ટોરેજ માટે, 49,900 માંથી ઘટી ₹ 34,900 માં પોતાના ગ્રાહકો માટે ઉપલબ્ધ છે.