નવી દિલ્હી : એપલે (Apple) તાજેતરમાં જ પોતાનો સસ્તો iPhone SE 2 લોન્ચ કર્યો છે. હવે એક નવી માહિતી સામે આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, એપલ બીજો કોમ્પેક્ટ આઇફોન લાવવાની તૈયારી કરી રહી છે. આ આઇફોન 5.4 ઇંચના ડિસ્પ્લે સાથે લાવવામાં આવશે, જે વર્તમાન આઇફોન 11 સિરીઝ કરતા નાનો હશે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે આ એપલનો બીજો સસ્તો આઇફોન હોઈ શકે છે.
તમને જણાવી દઈએ કે એપલે સપ્ટેમ્બરમાં તેની વાર્ષિક આઇફોન ઇવેન્ટનું આયોજન કર્યું છે. ઘણા અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું કે, કોવિડ -19 ને કારણે તેના લોન્ચિંગમાં થોડો વિલંબ થઈ શકે છે, પરંતુ હવે માનવામાં આવી રહ્યું છે કે તે શેડ્યૂલ પ્રમાણે લોન્ચ કરવામાં આવશે. એપલ 8 સપ્ટેમ્બરે તેનો આઇફોન લોન્ચ ઇવેન્ટ યોજશે. આઇફોન 12 સિરીઝ ઉપરાંત, તે નવી એપલ વોચ, નવું આઈપેડ અને એર પાવર વાયરલેસ ચાર્જિંગ મેટ પણ લોંચ કરી શકે છે. ટીપ્સ્ટર iHacktu Pro દ્વારા ટ્વિટરપર આ માહિતી આપવામાં આવી છે. આ ઇવેન્ટ વર્ચ્યુઅલ રીતે યોજાશે.