નવી દિલ્હી : જ્યારે ભારતમાં પ્રીમિયમ સ્માર્ટફોનની વાત આવે છે, તો એપલનું નામ પહેલા આવે છે. કાઉન્ટરપોઇન્ટ રિસર્ચ રિપોર્ટ અનુસાર, એપલ ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં અલ્ટ્રા-પ્રીમિયમ સેગમેન્ટમાં પ્રથમ નંબરે છે. આપને જણાવી દઈએ કે, આ સેગમેન્ટમાં 45 હજારથી વધુ મોંઘા સ્માર્ટફોન આવે છે અને આ જ એપલનો માર્કેટ શેર લગભગ 55 ટકા છે. આનો અર્થ એ કે આ સેગમેન્ટમાં અડધાથી વધુ આઇફોન ખરીદવામાં આવ્યા છે.
આ અહેવાલમાં જણાવાયું છે કે, આઇફોન 11 ના મજબૂત વેચાણને કારણે Appleએ 78 ટકા વૃદ્ધિ હાંસલ કરી છે. વધુ વેચાણ પાછળનું કારણ એ છે કે ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી ઓનલાઇન સાઇટ્સ પર આપવામાં આવતી ડિસ્કાઉન્ટનું પરિણામ આવા વેચાણમાં આવ્યું છે. આઈફોન 11 પહેલાં, કંપનીનો આઈફોન એક્સઆર પણ ભારે વેચાયો હતો.