નવી દિલ્હી : Apple Watch Series 6, Watch SE અને નવા iPad (8th જનરેશન)નું વેચાણ ભારતમાં શરૂ થયું છે. Appleએ ભારતમાં પોતાનું પહેલું Apple Online Store (એપલ ઓનલાઇન સ્ટોર) શરૂ કર્યો છે અને આ સાથે નવી Apple Watchચ અને આઈપેડનું વેચાણ શરૂ થયું છે.
Apple Watch સિરીઝ 6 ની કિંમત ભારતમાં 40,900 રૂપિયા છે. આ કિંમતે 40 મીમીના વેરિએન્ટ ઉપલબ્ધ થશે. જ્યારે 44 મીમી વેરિએન્ટની કિંમત 43,900 રૂપિયા છે.
Apple Watch સિરીઝ 6 સિલ્વર, સ્પેસ ગ્રે, બ્લુ અને પ્રોડક્ટ આરઈડી કલર વેરિઅન્ટમાં ખરીદી શકાય છે.
આ સિવાય તમે એપલ વોચ સિરીઝ 6 વિવિધ કસ્ટમાઇઝેશન વિકલ્પો સાથે ખરીદી શકો છો. જીપીએસ અને સેલ્યુલર કનેક્ટિવિટીનાં મોડેલ્સ પણ છે.
Apple Watch SEની કિંમત
Apple Watch SEની કિંમત 29,900 રૂપિયાથી શરૂ થાય છે. આ કિંમત 40 મીમીના વેરિએન્ટ માટે છે. જ્યારે 42 મીમીના વેરિએન્ટ તમે 32,900 રૂપિયામાં ખરીદી શકો છો.
iPad (8th જનરેશન)ની કિંમત
નવા આઈપેડની કિંમત 29,900 રૂપિયાથી શરૂ થાય છે. આ કિંમતે વાઇફાઇ કનેક્ટિવિટી અને 32 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ્સ ઉપલબ્ધ થશે. જ્યારે સેલ્યુલર મોડેલની કિંમત 41,900 રૂપિયા છે. 128 જીબી સ્ટોરેજની વાત કરીએ તો તેની કિંમત રૂપિયા 37,900 છે, જ્યારે સેલ્યુલર મોડેલ 49,900 રૂપિયા છે.