આપણે બધા રોજ બરોજ કોઈને કોઈ સંદેશાની એક યા બીજી રીતે આપલે કરતા રહીયે છીએ વોટ્સએપ કે કોઈ પણ મેસેજમાં કોઈ ઇમોજી અને ટૂંકાક્ષરનો ઉપયોગ સંદેશાઓને સમજવામાં ખૂબ સરળ સાબિત થયા છે. ચોક્કસ પ્રકારના અક્ષરો, વિરામચિહ્નો તથા કેટલીક સંજ્ઞાઓ તમારા સંદેશાઓને સારી રીતે પહોંચાડી શકે છે. તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં આ વાત પુરવાર થઈ છે. આ અભ્યાસમાં સ્માઇલીઝ, ટૂંકાક્ષરો અને મિતાક્ષરોને આવરી લેવાયા હતા, જ્યારે વાક્યના અંતે મૂકવામાં આવતાં પૂર્ણવિરામથી સંદેશાઓનો અર્થ બદલાતો હતો.
yeah, yup, nope જેવા શબ્દો ભાવનાઓને યોગ્ય રીતે સમજાવવામાં મદદરૂપ બન્યા છે. આ તમામ ટૂંકાક્ષરી શબ્દો છે, જેનો સંદેશાઓમાં ભરપૂર ઉપયોગ થાય છે. રૂબરૂમાં જ્યારે વિરોધાભાસ હોય ત્યારે લિખિત સંદેશાઓ અવાજ કરતા નબળા પુરવાર થયા હતા. વિરોધાભાસ વખતે જે ટોન હોય છે તે વધુ અસરકારક હોય છે તેવું અભ્યાસમાંથી સામે આવ્યું હતું. ચહેરા પરના હાવભાવ અથવા બોલતી વખતે શબ્દો પર મૂકવામાં આવતો ભાર શબ્દોની અસર બદલી શકે છે. જે ટેક્સ્ટ મેસેજમાં શક્ય નથી.હવે દરેક વાક્ય કોઈ ઇમોજી કે ટૂંકાક્ષરો સાથે પૂર્ણ થાય છે, જેમ કે, જન્મદિવસ પર શુભેચ્છા લખી કેકનું ઇમોજી મુકાય છે.ક્યારેક કોઈ મેસેજનો ફક્ત સ્માઈલી ઇમોજીથી જવાબ આપવામાં આવે છે. ટૂંકાક્ષરો અને ઇમોજી એ ટેક્સ્ટ કરતાં વધુ આકર્ષક અને ચિત્ર ફોર્મેટમાં હોવાથી વ્યક્તિ શું કહેવા માગે છે તેને સમજવામાં સૌથી શ્રેષ્ઠ સાબિત થયા છે.
આમ છતાં ઘણી વખત આપણે જે કહેવું હોય તેનાથી કોઈ અલગ જ વાત સામેના વ્યક્તિ સુધી પહોંચે છે આમ જયારે પણ કોઈ ઇમોજી કે ટૂંકાક્ષરોનો ઉપયોગ કરો ત્યારે સાંભળીને કરજો નહીતો અર્થનો અનર્થ થઇ જશે.