નવી દિલ્હી : બોટ પ્રોગિયર બી 20 (Boat ProGear B20) સ્માર્ટ બેન્ડ ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. વેરેબલ રેન્જમાં આ કંપનીનું પહેલું ઉત્પાદન છે. તેમાં રીઅલ ટાઇમ હાર્ટ રેટ મોનિટરિંગ, એક્ટિવિટી ટ્રેકિંગ અને નોટિફિકેશન ચેતવણીઓ જેવી સુવિધાઓ છે. તે ત્રણ કલર ઓપ્શનમાં રજૂ કરવામાં આવી છે. તે આઈપી 68 વોટર રેઝિસ્ટન્ટ છે.
પ્રોગિયર બી 20 ની કિંમત 1,799 રૂપિયા રાખવામાં આવી છે. ગ્રાહકો તેને બે રંગ, બેજ, બ્લેક અને બ્લુ વિકલ્પોમાં ખરીદી શકશે. તે એમેઝોન દ્વારા વેચવામાં આવશે.
બોટ પ્રોગિયર બી 20ના સ્પેસીફીકેશન્સ
તેમાં 0.96 ઇંચની ટચ આધારિત કલર્ડ ડિસ્પ્લે છે અને તે પ્રોગિયર એપ્લિકેશન દ્વારા તમારા ફોનમાં કનેક્ટ થાય છે. આમાં કનેક્ટિવિટી માટે બ્લૂટૂથ 4.0નો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે આઈપી 68 વોટર રેઝિસ્ટન્ટ છે અને તેમાં 90 એમએએચની બેટરી છે. કંપનીનો દાવો છે કે આ બેટરી સાથે તેને 7-10 દિવસ સુધી ચલાવી શકાય છે.