સરકારી ટેલિફોન કંપની BSNL મોબાઇલ હેન્ડસેટ મેકર Detel સાથે ભાગીદારીમાં ફીચર ફોનની ઘોષણા કરી છે. બંને કંપનીઓ ભાગીદારીમાં Detel D1 નામે એક સસ્તો ફીચર ફોન રજૂ કર્યોછે. Detel D1ની વાસ્તવિક કિંમત માત્ર 346 રૂપિયાછે. અને BSNL બંડલ ટેરિફ પ્લાન સાથે આ ડિવાઇસ માત્ર 499 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. Detel D1 એવો ફોન છે જેણે કોઈ ડેટા ઓફર નથી આપી. આ ટેરિફ પ્લાનની કિંમત 153 રૂપિયાછે. ગ્રાહકોને 153 રૂપિયાનો ટોક ટાઇમ આપવામાં આવે છે. સાથે જ 15 પૈસા પ્રતિ મિનિટના દરે BSNLથી BSNL વોઇસ કોલ અને BSNLના બાકી નેટવર્ક માટે 40 પૈસા પ્રતિ મિનિટના દરે ચાર્જ લેવામાં આવશે.આ ટોક ટાઇમ અને કોલિંગની વેલિડિટી 365 દિવસની રહેશે. અા સાથે 28 દિવસ માટે પર્સનલ રિંગ બેક ટોન ફ્રી મળશે.
Detel D1 ફોનમાં 1.44 ઇંચની મોનોક્રોમ ડિસ્પ્લે આપવામાં આવી છે અને GSM 2G નેટવર્ક પર કામ કરે છે. જો કે આ ફીચર ફોનમાં માત્ર સિંગલ સિમને સપોર્ટ કરે છે. આ ફોનની બેટરી 650mAh છે અને તેમાં ટોર્ચ લાઇટ છે. ખાસ વાત એ છે કે ફોનમાં બુક અને લાઉડ સ્પીકર પણ છે.