નવી દિલ્હી : સેમસંગે મિડ-રેંજ પ્રીમિયમ સ્માર્ટફોન એસ 10 લાઇટ અને ગેલેક્સી નોટ 10 લાઇટ રજૂ કર્યા છે. સેમસંગ દ્વારા આ નવા લાઇટ મોડેલ્સને મધ્ય-રેંજ સ્માર્ટફોનમાં પ્રીમિયમ સુવિધા આપવા માટે રજૂ કરવામાં આવ્યાં છે. સેમસંગ ગેલેક્સી એસ 10 લાઇટ અને ગેલેક્સી નોટ 10 લાઇટની ડિઝાઇન લગભગ સમાન છે. તેમના હાર્ડવેર પણ સમાન છે. અહીં Galaxy S10 Liteના તમામ સ્પેસીફીકેશન્સ જાણો:
Galaxy S10 Liteના તમામ સ્પેસીફીકેશન્સ
ડિસ્પ્લે – 6.7-ઇંચની ફુલ એચડી + (1080 x 2400 પિક્સેલ્સ) 394ppi પિક્સેલ્સ ડેનસીટી સાથે ઇન્ફિનિટી -ઓ સુપર એમોલ્ડ ડિસ્પ્લે
પ્રોસેસર – 2.8GHzની સ્પીડવાળું 7nm ઓક્ટા-કોર પ્રોસેસર
રેમ- 6 જીબી / 8 જીબી રેમ
સ્ટોરેજ – 128 જીબી સ્ટોરેજ
ઓપરેટિંગ સિસ્ટમ – Android 10 આધારિત વન UI 2.0
રીઅર કેમેરા – પાછળના ભાગમાં ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. આ સેટઅપમાં પ્રાઈમરી કેમેરો 48 એમપીનો છે. ઉપરાંત, સ્ટેબિલાઇઝેશન માટે OIS નો સપોર્ટ પણ છે. આ સિવાય આ સેટઅપમાં 12 એમપી અલ્ટ્રા-વાઇડ એંગલ કેમેરા અને 5 એમપી મેક્રો કેમેરા પણ આપવામાં આવ્યા છે.
ફ્રન્ટ કેમેરા – સેલ્ફી માટે અહીં f / 2.0 અપર્ચર સાથે 16 એમપી સોની IMX471 કેમેરો આપવામાં આવ્યો છે.
સેલ્ફી કેમેરા – સેલ્ફી માટે f / 2.2 અપર્ચર સાથે 32 એમપીનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે.
બેટરી – આ સ્માર્ટફોનની બેટરી 4,500 એમએએચની છે અને અહીં સુપર ફાસ્ટ ચાર્જિંગ પણ સપોર્ટેડ છે.