નવી દિલ્હી : ટેક જાયન્ટ એપલે (Apple) શુક્રવારે જાહેરાત કરી છે કે કંપનીની વાર્ષિક વર્લ્ડવાઇડ ડેવલપર્સ કોન્ફરન્સ (ડબ્લ્યુડબ્લ્યુડીસી) જૂનમાં યોજાશે. વળી, કંપનીએ એવી પણ માહિતી આપી છે કે વિશ્વભરમાં ઝડપથી ફેલાતા કોરોના વાયરસને કારણે, આ ઇવેન્ટનું આયોજન ફક્ત ડિજિટલ ફોર્મેટમાં કરવામાં આવશે. ચાલો તમને જણાવી દઈએ કે, ઘણી ટેક કંપનીઓએ કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને તેમની ઓન ગ્રાઉન્ડ ઇવેન્ટ્સ / પરિષદો રદ કરી દીધી છે અથવા મુલતવી રાખી છે.
31 વર્ષમાં આ પહેલી વાર હશે જ્યારે એપલ ડબ્લ્યુડબ્લ્યુડીસી ઇવેન્ટને નવા ઓનલાઇન ફોર્મેટમાં યોજશે. આ ઇવેન્ટમાં, ગ્રાહકો, પ્રેસ અને ડેવલોપર્સ માટે સામગ્રી હશે. ઓનલાઇન ઇવેન્ટમાં, લાખો ડેવલોપર્સને એલીમેન્ટ્સને ઝડપથી એક્સેસ કરવાની તક મળશે. આમાં આવનારા ios, iPadOS, macOS, watchOS અને tvOS શામેલ છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ કાર્યક્રમ દ્વારા, ઘણા ડેવલોપર્સને એપલની શ્રેષ્ઠ એપ્લિકેશન્સ બનાવનારા ઇજનેરો સાથે જોડાવાની તક પણ મળશે.