નવી દિલ્હી : ફ્લિપકાર્ટ ગ્રાન્ડ ગેજેટ ડેઝ 2020નો સેલ ગુરુવાર 24 જાન્યુઆરીથી શરૂ થયો છે અને આ સેલ 26 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. વોલમાર્ટની માલિકીની કંપનીનો ગ્રાન્ડ ગેજેટ્સ ડેઝ સેલ એક નવો સેલ છે જેમાં લોકપ્રિય લેપટોપ, હેડફોન્સ, સ્માર્ટ હોમ પ્રોડક્ટ્સ અને એસેસરીઝ પર 80 ટકા સુધીની છૂટ આપવામાં આવી રહી છે.
જો તમે ગયા અઠવાડિયે ફ્લિપકાર્ટના રિપબ્લિક ડે સેલનો લાભ લેવાનું ચુકી ગયા છો, તો આ અઠવાડિયે તમારી પાસે તમારા મનપસંદ ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો પર ડિસ્કાઉન્ટ મેળવવાની બીજી તક છે. જોકે, ફ્લિપકાર્ટ ગ્રાન્ડ ગેજેટ્સ ડેઝ સેલ મોબાઇલ ફોન્સ પર ડિસ્કાઉન્ટ આપશે નહીં.