Googleનો સ્માર્ટ ફોન Google Pixel 2નું આજથી ભારતમાં વેચાણ શરુ થયું છે. તેની શરુઆતની કીમત ૬૧,૦૦૦ રૂપિયા છે. આ ફોન ફક્ત flipkart, રિલાયન્સ ડીઝીટલ, ક્રોમા, પુર્વિકા અને સંગીતા મોબાઈલ્સ તેમજ વિજય સેલ્સ અને બીજા પ્રખ્યાત ઓફલાઈન સ્ટોર પર વેચાઈ રહ્યા છે.128 GB મેમરીવાળા ફોનની કીમત ૭૦,૦૦૦ આંકવામાં આવ્યા છે. આ સ્માર્ટ ફોન ત્રણ કલરમાં ઉપલબ્ધ છે, બ્લેક, વ્હાઈટ અને બ્લુ કલરમાં ફોન મળી રહ્યા છે. એચડીએફસી અને બજાજ ફાઈનાન્સ ખરીદી પર સારા ઓપ્શન આપે છે આ સાથે જ ખાસ વાત તો એ છે કે કંપની ૨ વર્ષની વોરંટી આપી રહી છે.
Pixel 2માં ૫ ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે આ સ્માર્ટ ફોનમાં સ્કેનર ફિંગર પ્રિન્ટ આપવામાં આવ્યો છે જે સિક્યુરીટી માટે ખાસ જાણીતું છે.
ફોનના કેમેરાને પણ પેલા કરતા વધુ બહેતર બનાવવામાં આવ્યો છે. આ સ્માર્ટ ફોન Active Edgeને પણ સપોર્ટ કરશે બાય ડીફોલ્ટ આ ફોન Google ને ઓટોમેટીક ફોનને સાઈલેંટ મોડ પર લાવી દે છે. આ પ્રકારનું ફંક્સન HTC U11માં આપવામાં આવ્યું છે
આ વર્ષે Google Pixel સ્માર્ટ ફોનની શ્રેણીમાં કેમેરા પર ફોકસ કર્યું છે તેની ક્વોલેટીને વધારે બહેતર બનાવ્યા છે. iPhone 7 અને 8 Plus જેવી પોટ્રેટ મોડ જેવી ક્વોલીટી મળશે મતલબ કે બે સ્માર્ટ ફોનનું કામ આ એક ફોનમાં થઇ જશે.
સ્ક્રીન પર પણ ખાસ બદલાવ કરવામાં આવ્યા છે સ્ક્રીનના બોટમમાં સર્ચ બોક્ષ આપવામાં આવ્યું છે જ હમેશા on displayને સપોર્ટ કરશે।