ચીનની સ્માર્ટફોન કંપની Oppoએ સોમવારે રિલાયન્સ Jio સાથેની પાર્ટનરશિપની જાહેરાત કરી છે. આ પાર્ટનરશિપ અંતર્ગત Oppoનો સ્માર્ટફોન ખરીદનારા ગ્રાહકોને સ્પેશિયલ ડેટા મળશે. નવી ઓફર અંતર્ગત, જે ગ્રાહક નવો હેન્ડસેટ ખરીદશે અને 399 રુપિયાથી વધારેનું રિચાર્જ કરાવશે તો તેમને 100 GB સુધીનો એડિશનલ 4G ડેટા મળશે. આ લાભ 10 રીચાર્જ સુધી મળશે.
Oppo F3, F3 Plus અને F1 Plus ગ્રાહકોને 100 GB સુધીનો ડેટા મળશે, એટલે કે 10 રીચાર્જ પર 10 GB સુધીનો ડેટા મળશે. Oppo F1S, A33F, A37F, A37Fw, A57, A71 ખરીદવા પર 60 Gb સુધી ડેટા મળશે એટલે કે 6 રિચાર્જ સુધી 10 GB ડેટા મળશે.
એડિશનલ ડેટાની વેલિડિટી બેઝ પ્લાન જેટલી જ હશે. એડિશનલ ડેટા વાઉચર MyJio એપ્લિકેશનમાં માય વાઉચર સેક્શનમાં રીચાર્જના 48 કલાકમાં મળશે. એડિશનલ ડેટા વાઉચરને એક્ટિવેટ કરવા માટે ગ્રાહકોએ પોતાની ડિવાઈસમાં MyJio એપ ડાઉનલોડ કરવી પડશે.
સોમવારના રોજ Oppoએ પોતાના F3 Plus સ્માર્ટફોનનું 6 GB રેમ વેરિયન્ટ લોન્ચ કર્યુ હતું. આ વેરિયન્ટની કિંમત 22,900 રુપિયા છે. આનું વેચાણ 16 નવેમ્બરથી ફ્લિપકાર્ટ પર શરુ થશે.