વર્ષ 2017 સ્માર્ટફોન માટે ખૂબ સારુ રહ્યુ, 2017માં Apple iPhone X, Google Pixel 2 Xl અને Samsung Galaxy Note 8 જેવા ઘણા શ્રેષ્ઠ સ્માર્ટફોન્સ લોન્ચ થયા છે જેને ખરીદીમાં લોકોની હોડ મચી હતી. આ નવા વર્ષથી તેનાથી પણ વધુ સારી અને આધુનિક સુવિધાઓ સાથે સ્માર્ટફોન્સ લોન્ચ કરશે તેવી આશા છે.આઓ અાજે જાણીયે છે ક્યા સ્માર્ટફોન્સ આ વર્ષે માર્કેટમાં તહેલકો મચાવશે.
Google Pixel 3
Google આ વર્ષે તેનો લેટેસ્ટ Google Pixel 3 સ્માર્ટફોન લોન્ચ કરશે આ સ્માર્ટફોનમાં શ્રેષ્ઠ કેમેરા સાથે ફાસ્ટ પ્રોસેસર્સ આપવાની માહિતી મળી અાવી છે જે વધારે મેમરીવાળા એપ્સને પણ સરળતાથી ચલાવવા માટે મદદ કરે છે. આ ઉપરાંત નવી સુવિધાઓ સાથે Google સહાયક બનવાનું પણ છે. અા છે Google Pixel 3ના ફિચર્સ પ્રોસેસર સ્નેપડ્રેગન 845, ડિસ્પ્લે બેઝલ લેસ, ચાર્જિંગ વાયરલેસ સપોર્ટ
વર્ષ 2018માં Apple ત્રણ નવા iPhone લોન્ચ કરશે આમાંથી એક મોડેલ 6.5 ઇંચ મોટી OLED ડિસ્પ્લે વાળો હશે, બીજા મોડેલમાં 5.8 ઇંચનો OLED ડિસ્પ્લે હોવાની માહિતી છે. આ ઉપરાંત એક 6.1 ઇંચ LCD ડિસ્પ્લે વાઇડ iPhone પણ રજૂ કરવામાં આવશે. માનવામાં આવે છે કે 6.1 ઇંચ iPhone મોડલના રીઅરમાં ગ્લાસ બદલે મેટલ બેક ફિનિશ આપવામાં આવશે. તે ઘણા રંગોમાં ઉપલબ્ધ છે.
આ વર્ષે Nokia તેનો સૌથી શ્રેષ્ઠ સ્માર્ટફોન રજૂ કરશે આ ફોનમાં શ્રેષ્ઠ ડિસ્પ્લે, પાવરફુલ પ્રોસેસર અને ડ્યૂઅલ રીઅર કેમેરા હોવાની માહિતી છે. રેમ સિવાય આ સ્માર્ટફોનના બાકીના તમામ ફીચર્સ ખુલ્લા થઈ ગયા છે.
Nokia 9માં મળશે આ ફીચર્સ, ડિસ્પ્લે 5.5 ઇંચ OLED, પ્રોસેસર સ્નેપડ્રેગન 835, રીઅર કેમેરા 12 એમપી + 13 એમપી, ફ્રન્ટ કેમેરા 5 એમપી
સ્ટોરેજ 128 GB (એક્સપેન્ડબલ), બેટરી 3,250 એમએએચ, ઑપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ 8.0 ઓરીયો
Samsung Galaxy S9 અને S9 Plus
Samsung તેના અપકમિંગ સ્માર્ટફોન્સ વિશે વધુ માહિતી આપી નથી પરંતુ એટલુ જાણવા મળ્યું છ કે કંપની ફેબ્રુઆરી 2018 સુધી Samsung Galaxy S9 અને S9 Plus લોન્ચ કરશે.પ્રોસેસર નવું સ્નૂપ્રેડ્રેગન 845, સિક્યોરિટી રીઅરમાં મળશે ફિંગરપ્રિંટ સેન્સર, રેમ 4 GB / 6 GB
Sony Xperia XZ 2
Sony આ વર્ષે Xperia XZ 2 લોન્ચ કરશે આ સ્માર્ટફોનમાં બેઝલ લેસ સ્ક્રીન હોવાની માહિતી છે. આવી સ્ક્રીનને તમે Shaomi Mi Mix 2માં જોઈ શકો છો. આ સ્માર્ટફોન માટે માત્ર તે જ લાગે છે કે તે 4K ડિસ્પ્લે સાથે રજૂ કરાશે.
Samsungનો બીજો ફોનGalaxy Note 9 વર્ષ 2018માં લોન્ચ થશે આ સ્માર્ટફોનમાં સિક્યોરિટીને વધારવાથી આઇરિસ સ્કેનર આપવામાં આવશે. આ ફેબ્લેટમાં સ્નેપડ્રેગન 845 પ્રોસેસર સાથે બેઝલ લેસ ડિસ્પ્લે હોવાની પણ આશા છે
One Plus 6
One Plusનો લેટેસ્ટ One Plus 6 વેરિયન્ટ માર્ચ 2018 સુધીમાં લોન્ચ થવાની આશા છે કંપનીએ પ્રથમ વખત આ ફોનનું ડિસ્પ્લે નીચે ફિંગરપ્રિન્ટ સેન્સર આપ્યું. સ્નેપડ્રેગન 835 બદલે આ ફોન નવી હાર્ડવેર જોવા મળી શકે છે આ ઉપરાંત આ ફોન નવી ડિઝાઇન સાથે પ્રસ્તુત કરશે તેવી માહિતી છે.