નવી દિલ્હી : ભારતમાં કોરોના વાયરસની ગતિ ઝડપથી વધી રહી છે. ઓગસ્ટ મહિનાના અંતમાં હજી 10 દિવસ બાકી છે, પરંતુ 20 દિવસની અંદર, અત્યાર સુધીમાં 12 લાખથી વધુ કોરોના દર્દીઓ સામે આવ્યા છે. ઓગસ્ટમાં અત્યાર સુધીમાં સૌથી વધુ નવા કોરોના કેસ નોંધાયા છે. કોરોનાના વધતા જતા કેસોને મામલે ભારતે અમેરિકા અને બ્રાઝિલને પાછળ છોડી દીધા છે. ભારતમાં 20 ઓગસ્ટ એક જ દિવસમાં કોરોનાના 68,898 નવા કેસ નોંધાયા છે.
તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાને કારણે 983 લોકોનાં મોત નીપજ્યાં છે. આરોગ્ય મંત્રાલયના અહેવાલ મુજબ, દેશમાં હવે કોરોનાના કુલ કેસ 29,05,824 લાખ પર પહોંચી ગયા છે, જ્યારે વાયરસને કારણે 54,849 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશમાં કુલ કોરોના કેસોમાં 6,92,028 સક્રિય કેસ છે અને 21,58,947 લોકો વાયરસમાંથી સ્વસ્થ થયા છે અને તેમના ઘરે પરત ફર્યા છે.