નવી દિલ્હી : હોંગકોંગની સ્માર્ટફોન નિર્માતા કંપની ઇન્ફિનિક્સે ભારતમાં તેના ઇન્ફિનિક્સ હોટ 9 અને હોટ 9 પ્રો (Infinix Hot 9 અને Hot 9 Pro) સ્માર્ટફોનને લોન્ચ કર્યા છે. બંને ફોનમાં સ્ટ્રોંગ બેટરી, મીડિયાટેક પ્રોસેસર અને એચડી ડિસ્પ્લે લાવવામાં આવી છે. અગાઉ આ ફોન કંપનીએ ઇન્ડોનેશિયામાં લોન્ચ કર્યા હતા.
https://twitter.com/InfinixIndia/status/1266002395391279104
ઇન્ફિનિક્સ હોટ 9 ના 4 જીબી રેમ + 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 8,499 રૂપિયા છે, જ્યારે ઇન્ફિનિક્સ હોટ 9 પ્રોના 4 જીબી રેમ + 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ વેરિએન્ટની કિંમત કંપની દ્વારા 9,499 રૂપિયા છે.
આ બંને સ્માર્ટફોન ઓશન બ્લુ અને વાયોલેટ કલર વિકલ્પો સાથે ખરીદી શકાય છે. ઇન્ફિનિક્સ હોટ 9 પ્રોનું વેચાણ 5 જૂનથી શરૂ થશે, જ્યારે ઇન્ફિનિક્સ હોટ 9 સ્માર્ટફોન 8 જૂનથી ખરીદી શકાશે.