Apple iPhone SE (32GB) હાલમાં એમેઝોન ઇન્ડિયાની સાઇટ પર 26,000 રૂપિયાના સ્થાને 17,999 રૂપિયાના ભાવમાં ઉપલબ્ધ છે. સાથે સાથે ઇ કોમર્સ કંપની આ આઇફોન પર 15 હજાર સુધી એક્સચેન્જ ઓફર આપે છે. અાપને જણાવી દઈએકે કિંમતમાં ઘટાડો સત્તાવાર નથી. આ ફોન પર Apple ઇન્ડિયાના વેબસાઇટ પર 26,000 રૂપિયાથી જ લિસ્ટ કરવામાં આવેલ છે. સાથે સાથે ફ્લિપકાર્ટ અને એમેઝોન ઈન્ડિયામાં એપલના અધિકૃત સેલર નથી.
ગ્રાહક આ iPhoneને રોજ ગોલ્ડ, સ્પેસ ગ્રે, ગોલ્ડ અને સિલ્વર કલર ઓપ્શન્સમાં ખરીદી શકે છે. આ કિંમત iPhone SEના ગ્રાહકો માટે એક શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે iPhone SE આઉટ ઓફ ધ બોક્સ iOS 11 પર ચાલે છે, એટલું જ નહીં ગ્રાહકોને સોલિડ એક્સપિરીયન્સ સાથે સાથે એક આકર્ષક કૅમેરા પણ મળે છે.
iPhone SEમાં 4-ઇંચ (640×1136) ડિસ્પ્લે આપવામાં આવ્યું છે અને તે 2GB રેમ સાથે કંપનીના A9 ચીપ પર ચાલે છે. તેની ઇન્ટરનલ મેમરી 32GB ની છે. આ iPhone રીઅર પર ટ્રુ ટોન ફ્લેશ સાથે 12 મેગાપિક્સલનો કેમેરા છે. તેના ફ્રન્ટમાં 1.2 મેગાપિક્સલનો કેમેરા છે.
17,999 રૂપિયાના ભાવમાં iPhone SEનો મુકાબલો મીડ રેંજ, Android ફોન Moto G5S Plus, Nokia 6 અને Xiaomi Mi A1 સાથે છે. બીજીવાર iPhone SE આ કિંમત પર પહોંચ્યો છે અને આ કિંમત થાય છે જ્યારે છેલ્લા અઠવાડિયે એપલના iPhoneના ભાવ કસ્ટમ ડ્યુટીના કારણે 10થી 15 ટકા વધ્યા છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.