iPhone ભલે એક દમદાર સ્માર્ટફોન હોય પરંતુ તેના યુઝર્સને આ ફોનમાં ડ્યુઅલ સિમની ઉણપ તો જરુર સાલે જ છે. પરંતુ લાગે છે કે હવે તેમનો આ ઇંતેજાર પૂર્ણ થશે. તાજેતરમાં આવેલા કેટલાક અહેવાલો મુજબ iPhoneના આગામી નવા મોડેલમાં આ ઉણપ પણ દૂર કરી દેવામાં આવશે.
2018ના iPhoneના તમામ મોડેલમાં ડ્યુઅલ સિમ ફીચર પણ ઉપલબ્ધ રહેશે. ઉપરાંત આ ડ્યુઅલ સિમ ફોન LTE+LTE કનેક્ટિવિટી સાથે આવશે. અત્યાર સુધીના તમામ કંપનીના ડ્યુઅલ ફોન LTE+3g કનેક્ટિવિટીવાળા આવ્યા છે.
LTE ટેક્નોલોજીના ઉપયોગથી એપલનું કનેક્ટિવિટી ફીચર વધુ ફાસ્ટ થઈ જશે. તેમજ 2018માં બેસબેંડ ચિપને અપગ્રેડ કરીને ઇંટેલ xmm7560 અને ક્વાલકોમ SDX20નો ઉપયોગ કરવામાં આવશે.
આમ જે લોકો ડ્યુઅલ સિમ વાપરવા ઈચ્છે છે તેમના માટે ખાસ iPhone લાવી રહ્યું છે આ ફીચર્સ