નવી દિલ્હી : વિશ્વભરમાં કોરોના રોગચાળાને કારણે સર્જાયેલા સંજોગોને કારણે ફેસ માસ્કનો ઉપયોગ ‘ન્યુ નોર્મલ’ બની ગયો છે. દરમિયાન, જાપાની સ્ટાર્ટઅપ ડોનટ રોબોટિક્સ (Donut Robotics)એ ઇન્ટરનેટથી કનેક્ટેડ ‘સ્માર્ટ માસ્ક’ બનાવ્યું છે, જે સંદેશાઓ પ્રસારિત કરી શકે છે અને જાપાનીઝથી અન્ય આઠ ભાષાઓમાં ભાષાંતર કરી શકે છે.
સમાચાર એજન્સી રોઇટર્સના એક અહેવાલ મુજબ, આ સફેદ પ્લાસ્ટિક ‘સી-માસ્ક’ માનક ચહેરાના માસ્કથી ઉપર ફિટ થશે અને બ્લૂટૂથ દ્વારા સ્માર્ટફોન અથવા ટેબ્લેટ એપ્લિકેશન સાથે જોડાશે. આ એપ્લિકેશન ટેક્સ્ટ સંદેશમાં ભાષણને લખીને, કોલ્સ કરવા અને માસ્ક પહેરનારનો અવાજ વધારવાનું કામ કરશે.
Donut Roboticsના ચીફ એક્ઝિક્યુટિવ તૈસુકેઓ (Taisuke Ono)નો એ કહ્યું, ‘અમે વર્ષોની સખત મહેનત બાદ રોબોટ વિકસિત કર્યો છે અને હવે અમે આ તકનીકનો ઉપયોગ એવા ઉત્પાદનો બનાવવા માટે કર્યો છે જે કોરોનાને કારણે નવા સમાજને બદલાવવામાં મદદ કરશે.