નવી દિલ્હી : રિલાયન્સ જિયો ટૂંક સમયમાં સસ્તો સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. ઓનલાઇન અહેવાલો અનુસાર, કંપની ગુગલ સાથે સસ્તા 4 જી સ્માર્ટફોન લાવવાની તૈયારી કરી રહી છે. આ સ્માર્ટફોન વર્ષ 2021 માં લોન્ચ થવાની સંભાવના છે. કંપની દ્વારા આ સ્માર્ટફોન વિશે વધુ માહિતી આપવામાં આવી નથી.
આ સ્માર્ટફોનની કિંમત શું હોઈ શકે?
અહેવાલો અનુસાર આ ફોનની પ્રારંભિક કિંમત 6 હજાર કરતા ઓછી જણાવાઈ રહી છે. જો કે, તેની કિંમત જાણી શકાઈ નથી. આ સ્માર્ટફોનનો હાલમાં પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ ફોનને બજારમાં આવવામાં ઓછામાં ઓછા ત્રણ મહિનાનો સમય લાગી શકે છે. સસ્તા સ્માર્ટફોન લોંચ કરીને જિયો અન્ય સ્માર્ટફોન કંપનીઓને સખત સ્પર્ધા આપી શકે છે.
2017માં સૌથી નીચો ભાવ ધરાવતો સ્માર્ટફોન લોન્ચ કર્યો
માહિતી માટે જણાવી દઈએ કે, વર્ષ 2017 માં જિયોએ 1500 રૂપિયાના ભાવે વિશ્વનો પહેલો 4 જી ફીચર ફોન જિયો ફોન લોન્ચ કર્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે કંપની Jio ફોનની જેમ જ એક નવો સ્માર્ટફોન પણ લોન્ચ કરશે. જિયોએ ફક્ત ત્રણ વર્ષમાં જ 70 કરોડથી વધુ સ્માર્ટફોન વેચ્યા છે.