ભારત માં શાઓમીનો શ્રેષ્ઠ સેલિંગ સ્માર્ટફોન Redmi Note 4 છે.આ સ્માર્ટફોન ખૂબ જ લોકપ્રિય છે, કારણ કે કિંમત મુજબ આ સ્માર્ટફોન ગ્રાહકોને આકર્ષે છે.ભારતમાં Redmi Note 4 જાન્યુઆરી 2016માં લોન્ચ કરવામાં આવ્યો હતો.લગભગ બે વર્ષ થઈ ગયા છે અને હવે કંપની તેના પછીના વર્ઝન એટલે કે Redmi Note 5 લોન્ચ કરવાની તૈયારીમાં છે.
Redmi Note 5 ભારતમાં 14 ફેબ્રુઆરીના રોજ લોન્ચ થઈ શકે છે.અહેવાલો અનુસાર Redmi Note 5માં 18: 9 એસ્પેક્ટ રિસિઓ ડિસ્પ્લે આપવામાં આવશે.તેની સાથે પૂર્ણ મેટલ બોડી પણ હશે અને તેમાં ક્વોલકૉમ સ્નેપડ્રેગન 636 પ્રોસેસર આપવામાં આવશે.સ્ક્રીન ફુલ એચડી હશે અને તે 5.99 ઇંચની હશે.
ભાવની વાત કરીએ તો ચોક્કસપણે શાઓમી તેની કિંમત અાકર્ષક જ રાખશે.આશા છે કે તેના બંને વેરિયેન્ટની કિંમત 15,000 રૂપિયા જ હશે.