નવી દિલ્હી : ચીની ટેક કંપની લેનોવોએ ભારતમાં લીનોવા કે 10 પ્લસ (Lenovo K10 Plus) લોન્ચ કર્યો છે. તમે આ સ્માર્ટફોન ફ્લિપકાર્ટથી ખરીદી શકો છો. કંપનીએ 30 સપ્ટેમ્બરથી તેને ભારતમાં વેચવાની જાહેરાત કરી છે. 30 સપ્ટેમ્બરથી ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ પણ છે અને તેનું વેચાણ આ દિવસથી જ શરૂ થશે.
લેનોવો કે 10 પ્લસની કિંમત 10,999 રૂપિયા છે. આ સ્માર્ટફોનનું ફક્ત એક જ વેરિએન્ટ છે. આમાં તમને 4GB રેમ સાથે 64GB ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. માઇક્રો એસડી કાર્ડથી મેમરી વધારી શકાય છે. કંપનીએ આ ફોનને બ્લેક અને સ્પ્રાઈટ રંગમાં રજૂ કર્યો છે.
લીનોવા કે 10 પ્લસમાં 6.22 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે છે અને ક્વાલકોમ સ્નેપડ્રેગન 632 ઓક્ટા-કોર પ્રોસેસર પર ચાલે છે. આ ફોનમાં એન્ડ્રોઇડ 9 પાઇ આધારિત કંપનીનો કસ્ટમ ઓએસ છે. આ ફોનમાં Adreno 506 GPU છે.
ફોટોગ્રાફી માટે, લેનોવો કે 10 પ્લસમાં ટ્રિપલ રીઅર કેમેરા આપવામાં આવ્યા છે. પ્રથમ લેન્સ 13 મેગાપિક્સલનો છે, બીજો 8 મેગાપિક્સલનો છે, જ્યારે ત્રીજો લેન્સ 5 મેગાપિક્સલનો છે. આ સ્માર્ટફોનમાં સેલ્ફી માટે 16 મેગાપિક્સલનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ફ્રન્ટ કેમેરો છે.
લીનોવા કે 10 પ્લસમાં 4,050mAh ની બેટરી છે અને તેમાં 10W ક્વિક ચાર્જ સપોર્ટ છે. કનેક્ટિવિટી માટે, તેમાં યુએસબી ટાઇપ સી પોર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય તેમાં સ્ટાન્ડર્ડ ફીચર્સ પણ છે જેમાં બ્લૂટૂથ, જીપીએસ, એજીપીએસ, વાઇફાઇ જેવા સ્ટાન્ડર્ડ ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ફોનમાં રીઅર ફિંગરપ્રિન્ટ સ્કેનર છે.