દક્ષિણ કોરિયન કંપની એલજીએ તેનો ડ્યૂલ સ્ક્રીન ધરાવતો સ્માર્ટફોન G8X ThinQ ને ભારતમાં લોન્ચ કરી દિધો છે. આ સ્માર્ટફોન મેન ડિસ્પ્લેની સાથે જ એક ડિટેચેબલ સેકંડરી ડિસ્પ્લેની સાથે આવે છે. આ સ્માર્ટફોનને સપ્ટેમ્બરમાં ઓયોજિત એક કાર્યક્રમ આઈએફએ 2019 માં ગ્લોબલી લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સ્માર્ટફોનની સાથે 2.1 ઇંચનો કવર ડિસ્પ્લે આપવામાં આવ્યો છે.
આ ડિસ્પ્લેનો ઉપયોગની નોટિફિકેશન, તારીખ, સમય અને બેટરીની માહિતી માટે કરી શકાય છે. આ ડિટેચેબલ સ્ક્રીનને USB Type C દ્વારા મેન સ્ક્રીનથી કનેક્ટ કરી શકાય છે. તેની સાથે 360 ડિગ્રી ફ્રી સ્ટોપ હિંજ આપવામાં આવે છે. જેની મદદથી તમે સ્ક્રીનને રોલ કરી શકશો અને તમારા સ્માર્ટફોનને એક મીની લેપટોપની જેમ ઉપયોગ કરી શકો છો.
LG G8X ThinQ ડ્યૂલ સ્ક્રીન સ્માર્ટફોનને ભારતમાં રૂપિયા 49,999 ની કિંમતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનને રિટેલ સ્ટોર પરથી ખરીદી શકાય છે. આ સ્માર્ટફોનને ફક્ત એક જ આરોરા બ્લેક કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 9 પાઇ પર રન કરે છે. સાથે જ સિક્યોરિટી માટે એક ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. તેમજ ફોનમાં ક્વિક ચાર્જ 3.0 ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ આપવામાં આવ્યું છે.
આ સ્માર્ટફોનમાં 6.4 ઇંચનો ફુલ એચડી પ્લસ ફુલ વિઝન ડિસ્પ્લે આપવામાં આવ્યું છે, જેનું રિઝોલ્યુશન 1,080 x 2,340 અને એસ્પેક્ટ રેશિયો 19.5: 9 આપવામાં આવ્યું છે. છે. આ સ્માર્ટફોન વોટરડ્રોપ નોચ ફીચર્સ વાળા ડિસ્પ્લે સાથે આવે છે. ફોનના પરફોર્મન્સની વાત કરીએ તો તે ક્વાલકોમ સ્નેપડ્રેગન 855 સિસ્ટમ ઓન ચીપ પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ સાથે આવે છે. આના સ્ટોરેજમાં એક્સ્ટર્નલ મેમોરી કાર્ડ્સ 2 ટીબી સુધી વધારી શકાય છે.