નવી દિલ્હી : એલજી (LG)એ યુએસમાં પોતાનો નવો બજેટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. તેનું નામ LG K31 છે. તે કંપનીની એન્ટ્રી-લેવલ K સિરીઝનો ભાગ છે.
LG K31ના સિંગલ 2 જીબી / 32 જીબી વેરિઅન્ટની કિંમત 149.99 USD (લગભગ 11,250 રૂપિયા) રાખવામાં આવી છે. આ ફોન હાલમાં એલજીની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તેની આંતરરાષ્ટ્રીય ઉપલબ્ધતા અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.
LG K31ના સ્પેસીફીકેશન્સ
આ સ્માર્ટફોનમાં 2 જીબી રેમ સાથે મીડિયાટેક હેલિયો પી 22 પ્રોસેસર છે. તેની ઇન્ટરનલ મેમરી 32 જીબી છે, જેને કાર્ડની મદદથી વધારી શકાય છે.
LG K31ની બેટરી 3,000 એમએએચની છે અને કંપનીનો દાવો છે કે તે 11 કલાકનો ટોક ટાઇમ આપશે. આ સ્માર્ટફોન, Android 10 આધારિત LG UX 9.1 પર ચાલે છે.