Micro max સોમવારે 18: 9 ડિસ્પ્લે ધરાવતા તેના નવા સ્માર્ટફોન Canvas Infinity Pro ભારતમાં લોન્ચ કર્યો છે કંપનીએ તેની કિંમત 13,999 રૂપિયા રાખી છે. ગ્રાહકો તેને 6 ડિસેમ્બરે મધ્યાહનથી ફ્લિપકાર્ટ એક્સક્લુઝિવપરથી ખરીદી શકશે.
Micro max Canvas Infinity Pro 5.7-ઇંચ એચડી (720×1440 પિક્સેલ) ફુલ વિઝન ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 4GB DDR3 RAM સાથે કવોડ-કોર ક્વોલકૉમ સ્નેપડ્રેગન 430 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનની ઇન્ટરનલ મેમરી 64 GBની છે, જે ગ્રાહક કાર્ડની મદદથી 128 GB વધારી શકે છે.
ફોટોગ્રાફી સેક્શનની વાત કરીએ તો Canvas Infinity Proમાં એલઇડી ફ્લેશ સાથે 16 મેગાપિક્સલનો કેમેરા છે. તેની ફ્રન્ટ પેનલમાં 20 મેગાપિક્સલ અને 8 મેગાપિક્સલનાં બે કેમેરા છે. સાથે સાથે પોટ્રેટ મોડ, ફેસ બ્યૂટી મોડ, ઓટો સીન મોડ, ફૅશન ગેલેરી અને ટેલ ગેલેરી જેવી કે પ્રી-લોડ ફીચર્સ પણ આપ્યાં છે. આ ઉપરાંત ઉચ્ચ રિઝોલ્યૂશન ઈમેજો માટે એક સુપર પિકસલ લાક્ષણિકતાઓ પણ છે.
Canvas Infinity Proમાં ફિગરપ્રીંટ સ્કેનર પણ હાજર છે, જે કંપનીના દાવા પ્રમાણે 0.2 સેકન્ડમાં સ્માર્ટફોન અનલૉક કરી શકાય છે. આ સ્માર્ટફોન આઉટ ઓફ ધ બોક્સ Android નુગટ પર ચાલે છે. કનેક્ટિવિટીની યાદીમાં Wi-Fi, Bluetooth અને Micro-USB હાજર છે. Canvas Infinity Proમાં 3000 એમએએચની બૅટરી છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.