માર્કેટ માં નવી આવેલી ગેમે ભારે આકર્ષણ જન્માવ્યું છે શું છે નરેન્દ્ર મોદી ની આ ગેમ તે જાણવા વાંચો,,Modi Vs Black Money નામની આ એપને યૂઝર્સ ૫ માથી ૪.૭ સ્ટાર્સ આપવામાં આવ્યા છે. ચાલો અમે જણાવીએ તમને આ ગેમ વિશે… હેરી પોટરનાં ઝાડું પર સવાર થઈને નરેન્દ્ર મોદી બ્લેકમની સિવાય અભિયાન પર નીકળ્યા છે. આ દરમિયાન તેમણે પોતાના વિરોધીઓથી બચવાનું છે અને આવનાર સંકટોથી પણ બચવાનું છે. તેમાં તેમને બોનસનાં રૂપમાં ૧,૦૦૦ અને ૫૦૦ રૂપિયાની નોટ મળશે. સાથે જ સોનમ ગુપ્તાની બેવફાઈ ભરેલા દિલ પણ મળશે, જેનાથી બચીને મોદીજીએ ઉડવાનું છે, નહી તો જય હિન્દ કહેતા જ ગેમ ઓવર થઇ જશે.
ગેમ ઓવર સાથે પાઈરેટેડ મોદીજીની સ્પીચ ચાલશે, જેમાં તેઓ જણાવશે કે, ભાઈઓ-બહેનો હું જાણું છુ કે, મે કેવી-કેવી તાકાતો સાથે લડાઈ છેડી લીધી છે. ૭૦ વર્ષથી તેઓ લુંટી રહ્યા છે. તેઓ મને બરબાદ કરી દેશે પરંતુ, તેમને જે કરવું છે તે કરે. ભાઈઓ-બહેનો ૫૦ દિવસ મારી મદદ કરો.
Modi Black Money Chase ગેમમાં મોદી સુપર પાવર સાથે ઉછળતા-કુદતા બ્લેકમનીને કબજામાં લે છે. તેમાં અવરોધોના રૂપમાં મોદીજીએ કરપ્ટ પોલીટીશ્યન અને બિસનેસમેનથી બચવાનું હોય છે.
દિવાળીનાં નવ દિવસ બાદ પીએમ દ્વારા બ્લેકમનીને સાફ કરવા માટે જૂની મોટી નોટોને બેન કરવાનો જે બોમ્બ ફોડ્યો હતો, તેનો અવાજ તમે modi keynote game એપમાં ૫૦૦ અને ૧,૦૦૦ રૂપિયાની નોટને ટચ કરવા પર મહેસૂસ કરી શકો છો. તેમાં એક બેંક બહાર મોદી, રાહુલ ગાંધી, શરદ પવાર, અરવિંદ કેજરીવાલ હાજર છે, જેમાં ઉપરથી ૧,૦૦૦ અને ૫૦૦ રૂપિયાની જૂની નોટ પડી રહી છે. તે નોટોને જમીન પર પડ્યા પહેલા જ ખતમ કરવાની છે.
ભલે જ તમે બેંકની લાઈનમાં ઉભા રહીને નોટ જમા કરાવી રહ્યા છો, પરંતુ પ્લે સ્ટોર પર હાજર Modi Black Money Tiles Game માં જો તમે જૂની ૧,૦૦૦ અને ૫૦૦ ની નોટોને હાથ પણ લગાવ્યો તો તમારી ગેમ ઓવર થઇ જશે. તેમાં જૂની નોટોને કલેક્ટ કરવાની છે. ધ્યાનમાં રાખો કે આ દરમિયાન આવનાર ૧,૦૦૦ અને ૫૦૦ ની નોટોને ટચ ન કરો અને ચલણવાળી નોટોને જવા ન દો.
તમે Modi Rules ગેમ એપની મદદથી બ્લેકમનીને ડિસ્ટ્રોય કરવાની મજા લઇ શકે છો. બસ તેમાં તમને ૫૦૦ થી ૫૦૦ અને ૧,૦૦૦ થી ૧,૦૦૦ નોટને મેચ કરીને ડિસ્ટ્રોય કરવાની છે. તે સિવાય જો તમે સંસદ બહાર મોદોજી જૂની નોટ કલેક્ટ કરાવવા માંગે છે. તો Modi Old Note catcher એપ ડાઉનલોડ કરો. તેમાં તમને નવી નોટોને અવોઇડ કરવાનું છે અને જૂની નોટોને કેચ કરીને બ્લેકમની પકડવાની છે.આમ હવે નોટબંધી ની અસર ગેમ ની દુનિયા માં પણ ધૂમ મચાવી રહી છે


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.