નવી દિલ્હી : પિયાજિયોએ ભારતમાં તેના સૌથી લોકપ્રિય સ્કૂટર વેસ્પાના નવા પોષણક્ષમ મોડલ નોટ્ટે 125 (Notte 125)ને લોન્ચ કર્યું છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં 125 સીસીનું બીએસ 6 એન્જિન છે અને તેની કિંમત કંપની દ્વારા 91,864 રૂપિયા (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે. આપને જણાવી દઈએ કે 125 સીસી બીએસ 6 એન્જિન સિવાય આ સ્કૂટરમાં આગળ કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. તેને પહેલાની જેમ ડાર્ક કલરમાં લાવવામાં આવશે, પરંતુ આ વખતે ક્રોમનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, જ્યાં કંપનીએ પૈસા બચાવ્યા છે.
એન્જીન:
વેસ્પા નોટ્ટે 125 સીસી બીએસ 6 એન્જિન દ્વારા સંચાલિત છે જે 9.92 બીએચપીનો પાવર અને 9.6 ન્યૂટન મીટરનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનને હવે ફ્યુઅલ ઇંજેક્શન ટેકનોલોજી સાથે જોડવામાં આવ્યું છે, જેનું પરિણામ વધુ સારું પ્રદર્શન અને માઇલેજ છે.