મોટોરોલા (Motorola)એ સોમવારે ભારતીય બજારોમાં નવો ફોન લોન્ચ કર્યો. મોટોરોલાએ સ્માર્ટફોન સી પ્લસ (મોટો સી પ્લસ) ફોન માર્કેટમાં લોન્ચ કર્યો છે.
ભારતમાં લોન્ચ કરતાં પહેલા કંપનીએ આ ફોનને આંતરરાષ્ટ્રિય બજારમાં રજૂ કર્યો હતો. હાલમાં મોટો સી પ્લસને એક્સક્લુઝિવ રીતે ઈ-કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ પર વેચાણ કરવામાં આવશે..
આ ફોનના લોન્ચિંગની સાથે ભારતીય બજારમાં મોટોની નવી સિરીઝના બંન્ને ફોન ઉપલબ્ધ હશે.. મોટોનો નવો સ્માર્ટફોન સી પ્લસ એન્ડ્રોઈડ 7.0 નૂગા પર કામ કરે છે અને આમાં 4000 mahની બેટરી છે. આ ફોનની બેટરી બીજા આ રેન્જના સ્માર્ટફોનથી આ ફોનને અલગ બનાવે છે. આ ફોનને દિવસભરમાં એકવાર ચાર્જ કરે તો પણ ચાલે…
20જૂનથી મળશે ફોન
મોટો સી પ્લસ ભારતમાં 20 જૂનથી 6,999 રૂપિયામાં મળશે. આ ફોન માટે લિમીટેડ સ્ટોકનું વેચાણ મંગળવાર બપોરે 12 વાગે યોજાશે. મોટો-સી પ્લસ ખરીદવા પર રિલાયન્સ જિયો તરફથી વધુ 30 જીબી 4જી ડેટા આપવામાં આવશે.. કંપનીએ રિલાયન્સ જિયોની સાથે સમજૂતી કરી છે.
8 મેગાપિક્સલ કેમેરા
નવા સ્માર્ટફોનના સ્પેશીફિકેશનની વાત કરીએ તો 2 જીબી રેમવાળા આ ફોનમાં 5 ઈંચનો 1280 X 720 પિક્સલ વાળે એચડી ડિસ્પ્લે છે. આમાં 8 મેગાપિક્સલનું પ્રાઈમરી અને 2 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા આપવામાં આવ્યો છે, આ ફોન 2.2 અપાર્ચર, ઓટોફોક્સ અને એલઈડી ફ્લેશની સાથે છે. આમાં 1.3 ગીગા હર્ટઝનો ક્રાડ કોર MT6737 પ્રોસેસર છે. ફોનની ઈનબિલ્ટ મેમોરી 16જીબી છે, જેને વધારી શકાય છે.
બજેટ રેન્જમાં મોટોના નવા ફોનની ટક્કર શાઓમી રેડમી 4 સાથે રહેશે. આ પહેલા મોટોએ 2 જૂનના ભારતીય બજારમાં 5,999 રૂપિયામાં Moto C લોન્ચ કર્યો હતો..