નવી દિલ્હી: સ્માર્ટફોન કંપની મોટોરોલા ફરીથી તેની લોકપ્રિય બ્રાન્ડ રેઝરને બજારમાં રજૂ કરવા તૈયાર છે. કંપની 13 નવેમ્બરના રોજ પોતાનો નવો સ્માર્ટફોન મોટોરોલા રેઝર ફોલ્ડેબલ લોન્ચ કરવા જઈ રહી છે. તમે જાણો છો કે સેમસંગ અને હ્યુઆવેઇએ પહેલાથી જ તેમનો ફોલ્ડેબલ સ્માર્ટફોન બજારમાં રજૂ કરી ચુકી છે. કંપનીએ લોન્ચિંગને ટીઝ કરવાનું શરૂ કર્યું છે અને આમંત્રણો પણ મોકલવામાં આવી રહ્યા છે.
સમાચાર મુજબ સેમસંગ ગેલેક્સી ફોલ્ડ અને હ્યુઆવે મેટ એક્સ જેવા ફોલ્ડેબલ સ્માર્ટફોનની તુલનામાં મોટોરોલા રેઝર ફોલ્ડેબલ સ્માર્ટફોન ડિઝાઇનની દ્રષ્ટિએ અલગ હશે. કંપની આને લોસ એન્જલસમાં લોન્ચ કરવા જઇ રહી છે. વિશ્વભરના મીડિયા ગૃહોને અપાયેલા આમંત્રણોમાંથી, લાગે છે કે આ મોટોરોલાનો મોટો કાર્યક્રમ હશે. આ કાર્યક્રમમાં વિશેષ મહેમાનો પણ સામેલ થશે.
મીડિયા રિપોર્ટ અનુસાર આ સ્માર્ટફોનમાં 6.2 ઇંચની ડિસ્પ્લે હોઈ શકે છે. ઉપરાંત, તે ક્વાલકોમ સ્નેપડ્રેગન 710 પ્રોસેસર પર આધારિત હોઈ શકે છે. આ ફોન વ્હાઇટ, બ્લેક અને ગોલ્ડ કલરમાં મળશે. તેમાં 2730 એમએએચની બેટરી હશે અને તેને 4 જીબી, 6 જીબી રેમ અને 64 જીબી અથવા 128 જીબી સ્ટોરેજ ક્ષમતા સાથે લોંચ કરી શકાય છે.