નવી દિલ્હી : મોટો રેઝર (Moto Razr) હવે ભારત આવી રહ્યો છે. 16 માર્ચે મોટોરોલા ભારતમાં મોટો રેઝર લોન્ચ કરી રહ્યું છે. કંપનીએ મીડિયા આમંત્રણો મોકલવાનું શરૂ કર્યું છે. ગેલેક્સી ઝેડ ફ્લિપ પછી તેનો ભારતમાં લોન્ચ થનારો આ બીજો ફ્લિપ ફોન હશે, જેની ડિસ્પ્લે વળે છે.
નોંધનીય છે કે, એક સમયે ફ્લિપ ફોન મોટો રેઝર એકદમ લોકપ્રિય હતો અને તેથી જ કંપનીએ કમાણી કરવા માટે મોટો રેઝરને ફોલ્ડેબલ ડિસ્પ્લે સાથે લોન્ચ કર્યો છે.
કેટલાક અઠવાડિયા પહેલા મોટો રેઝર વૈશ્વિક સ્તરે લોન્ચ કરવામાં આવ્યો હતો. યુ.એસ. માં મોટો રેઝરની કિંમત 1,499 ડોલર (લગભગ 1,08,000 રૂપિયા) છે. ભારતમાં તેની કિંમત શું હશે તે અત્યારે સ્પષ્ટ નથી, પરંતુ કંપની તેને 1 લાખથી નીચે રાખવા માટે પ્રયત્ન કરશે.