નવી દિલ્હી : Apple (એપલ) તેના આગામી આઈફોન 12 ( iPhone 12)ના અનેક મોડેલો લોન્ચ કરી શકે છે. રિપોર્ટ અનુસાર આ વખતે Apple 4G કનેક્ટિવિટી સાથે બે આઇફોન 12 મોડેલો લાવશે. તે જ સમયે, તે નવીનતમ 5G કનેક્ટિવિટી સાથે પણ લાવવામાં આવશે પરંતુ 4G મોડેલોની કિંમત ઓછી રાખવામાં આવશે.
વિશ્લેષક ડેનિયલ આઈવેસના જણાવ્યા અનુસાર નવા 4G એલટીઇ સક્ષમ આઇફોન 12ની કિંમત 549 યુએસ ડોલર (લગભગ 41,500 રૂપિયા) થી શરૂ થઈ શકે છે. તે જ સમયે, અન્ય 4G મોડેલ આઇફોન 12 મેક્સની કિંમત 649 યુએસ ડોલર (લગભગ 49,000 રૂપિયા) હોવાનો અંદાજ છે.